અગ્નિપથ યોજનાને લઈને મોટી જાહેરાત
નૈસેનામાં 20 ટકા મહિલાઓની થશે ભરતી
15 જૂલાઈથી 30 જૂલાઈ સુધી કરી શકાશે અરજી
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના માટે 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે. આ મહિલાઓથી જ અગ્નિવીરોની પ્રથમ બેન્ચ બનશે. તેમને ભારતીય નૈસેનાના અલગ અલગ ભાગમાં અને શાખાઓમાં મોકલવામાં આવશે. નૌસેનાના એક અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાની જાહેરાત ગત મહિને જૂથમાં કરવામાં આવી હતી. આ યોજનાનાથઈ માધ્યમથી ચાર વર્ષ માટે ત્રણેય સેનામાં નિમણૂંક કરવામાં આવશે.
અગ્નિપથ ભરતી યોજનાને લઈને છોકરીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યોજનાની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં છોકરીઓની 10 હજારથી વધારે અરજીઓ આવી ચુકી છે. ખાસ વાત એ છે કે, નૌસેનામાં પહેલી વાર સૈનિકો તરીકે મહિલાઓની ભરતી થઈ રહી છે. આ મહિલા નૌસૈનિકોને જહાજોમાં તૈનાત કરવામાં આવશે.
નૌસેના 15 જૂલાઈથી લઈને 30 જૂલાઈ સુધી અરજી પ્રક્રિયા ચલાવશે. આ વર્ષે નૌસેનામાં લગભગ ત્રણ હજાર મહિલા સૈનિકોની ભરતી થશે. જો કે , મહિલા અગ્નિવીરોની સંખ્યા કેટલી હશે, તેને લઈને હજૂ સુધી અંતિમ સ્વરૂપ સામે આવ્યું નથી.
મહિલા નૌસૈનિકોને 21 નવેમ્બરથી ટ્રેનિંગ આપવામાં આવશે, જેના ભારતીય ભારતીય આઈએનએસ ચિલ્કા પર તૈયારીઓ થઈ રહી છે. નૌસેનાના અધિકારીઓનું કહેવુ છે કે, અગ્નિપથ યોજનામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. હાલના સમયમાં 30 મહિલા અધિકારી અગ્રિમ હરોળમાં તૈનાત છે. આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે નૌસેનાની તમામ વિંગમાં મહિલાઓની ભરતી કરવામાં આવશે અને તેમને અભિયાનમાં મોકલવામાં આવશે.