NIAએ પશ્ચિમ બંગાળમાં 16 લોકોની ધરપકડ કરી છે. ઉત્તર દિનાજપુર જિલ્લામાં રામ નવમી પર ફાટી નીકળેલી હિંસા સંદર્ભે આ ધરપકડો કરવામાં આવી છે. NIA દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ રામ નવમી હિંસા કેસમાં એક મોટી સફળતા મળી છે. NIAએ ધાર્મિક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા બદલ 16 લોકોની ધરપકડ કરી છે.
એજન્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન થયેલા ખુલાસાઓ અને હિંસાના વીડિયો ફૂટેજમાંથી આરોપીઓની ઓળખના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેને એક મોટી સફળતા ગણાવતા, તેમણે કહ્યું કે આરોપીઓ સરઘસમાં ભાગ લઈ રહેલા ચોક્કસ સમુદાયના સભ્યો પર હુમલાના અપરાધીઓમાં સામેલ હતા. પ્રવક્તાએ કહ્યું કે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ દાલખોલાના રહેવાસી છે.
આ ઘટના ગયા વર્ષે 30 માર્ચે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના દલખોલામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બની હતી. હુમલા બાદ ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાના પગલે રાજ્ય પોલીસે શરૂઆતમાં 162 લોકો સામે કેસ નોંધ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે 27 એપ્રિલે હિંસા સંબંધિત કેસ NIAને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટના 30 માર્ચ, 2023 ના રોજ ઉત્તર દિનાજપુરના દલખોલામાં રામ નવમીની ઉજવણી દરમિયાન એક શોભાયાત્રા દરમિયાન બની હતી. રાજ્ય પોલીસે શરૂઆતમાં 162 લોકો સામે કેસ નોંધ્યો હતો. એપ્રિલ 2023માં કલકત્તા હાઈકોર્ટે NIAને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધુ તપાસ ચાલુ છે.