પૂર્વ ભારતના રાજ્યોમાં મોટા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે
16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
હાઈસ્કૂલમાં પાણી ભરાઈ જતાં ઓછામાં ઓછા 150 વિદ્યાર્થીઓ ફસાયા
પૂર્વ ભારતના રાજ્યોમાં મોટા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વ્યાપક વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં 19 જૂન સુધી અને ઓડિશામાં 17 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે.
આસામમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગુરુવારે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ વધુ વણસી જવાને કારણે વધુ બે લોકોના મોત થયા હતા. આસામના ગોલપારા જિલ્લાના આઝાદ નગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં દિમા હસાઓ અને ઉદલગુરીમાં બે બાળકોના મોત થયા હતા અને બે લોકો ડૂબી ગયા હતા. જેના કારણે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે.
મુશળધાર વરસાદને કારણે ધારવાડ જિલ્લાના એક ગામમાં એક સરકારી હાઈસ્કૂલમાં પાણી ભરાઈ જતાં ઓછામાં ઓછા 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બપોરે 3 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘરે પાછા ફરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોતા હતા,પરંતુ વરસાદ બંધ થયો ન હતો. જેના કારણે શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા હતા અને શાળા ટાપુ જેવો દેખાવા લાગી