કોચી: વર્ષ 2021માં કેરળમાં બીજેપી નેતાની હત્યા કેસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે આ હત્યા કેસમાં SDPIના 15 સભ્યોને દોષી ઠેરવ્યા છે. આ ગુનેગારોની સજા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે સોમવારે કોર્ટ તમામ ગુનેગારોની સજાની જાહેરાત કરશે. આ કેસમાં 8 આરોપીઓ એવા છે કે જેઓ હત્યા સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 7 આરોપીઓને હત્યાના કાવતરા સહિત અન્ય આરોપો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે બીજેપી નેતા રણજીતની તેમના જ ઘરમાં તેમની માતા, પત્ની અને પુત્રીની નજર સામે હત્યા કરવામાં આવી હતી.
તમામ દોષિત PFI અને SDPI સભ્યો
વાસ્તવમાં, બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં PFI અને SDPIના 15 સભ્યોને દોષી ઠેરવવામાં આવ્યા છે. ભાજપના નેતાની હત્યાના આ સનસનાટીભર્યા કેસમાં માવેલિકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ-1એ ચુકાદો સંભળાવ્યો છે. એવી ધારણા છે કે સોમવારે સજા અંગેનો આદેશ આવશે.
તમામ 15 આરોપીઓ પ્રતિબંધિત સંગઠન PFI અને તેની રાજકીય પાંખ SDPIના સભ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે આ રાજકીય હત્યામાં 8 આરોપીઓ સીધા સામેલ છે. અન્યને હત્યાના કાવતરા સહિતના અન્ય આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ગુનેગારોએ હત્યાનો બદલો લીધો હતો
તમને જણાવી દઈએ કે બીજેપી નેતા રણજીત શ્રીનિવાસ વ્યવસાયે વકીલ હતા. રંજીતની 19 ડિસેમ્બર 2021ના રોજ અલપ્પુઝાના વેલ્લાકિનારમાં તેના ઘરમાં તેની માતા, પત્ની અને નાની પુત્રીની સામે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસનું કહેવું છે કે SDPI લોકોએ રણજીતની હત્યા પહેલા સ્ટેટ સેક્રેટરી કેએસ શાનની હત્યાનો બદલો લેવા માટે આ અંજામ આપ્યો છે. રણજિતની હત્યા એ SDPI લોકો દ્વારા બદલો લેવાની કાર્યવાહી હતી. હવે કોર્ટ દ્વારા ગુનેગારોને કેટલા વર્ષની સજા કરવામાં આવશે તેનો નિર્ણય પણ સોમવારે લેવામાં આવશે.