Lok Sabha Election Result 2024: અત્યારે રાજકારણીયોમાં લોકસભાની ચૂંટણીની અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં કેરીની સિઝન ફૂલબહારમાં ખીલી છે. ત્યારે બંન્ને સિઝનની વટથી મજા વલસાડીઓ લહી રહ્યાં છે. કારણ કે, આજે ચૂંટણી પરિણામના દિવસ છે. જેમાં પણ વલસાડ બેઠકનું પરિણામ સામે આવી ગયું છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છ, કારણ કે, ધવલ પટેલની જીત થઈ છે. ત્યારે જાણીએ આ બેઠકની રાજકીય બાબતો.
2024માં વલસાડ બેઠક પર કોની કોની વચ્ચે જંગ જામ્યો હતો ?
ભાજપ – ધવલ પટેલ
કોંગ્રેસ – અનંત પટેલ
કોણ છે ધવલ પટેલ?
ધવલ પટેલ ધોડિયા પટેલ સમાજનો અગ્રણી ચહેરો છે. ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં પ્રભારી તરીકે રહ્યા છે. આદિવાસી મોરચાના સંગઠન પ્રભારી તરીકે કામગીરી કરી છે. તો સ્થાનિક સ્તરે આદિવાસીઓના પ્રશ્નોને પણ ઉકેલ્યા છે.
કોણ છે અનંત પટેલ?
અનંત પટેલ વાંસદાના વર્તમાન ધારાસભ્ય છે. આદિવાસી સમાજનો અગ્રણી ચહેરો છે. તેઓ 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા. યુથ કોંગ્રેસમાં પણ કામગીરી કરી રહ્યાં છે. ઉનાઈ ગ્રામપંચાયતના સરપંચ તરીકે રહ્યા છે. વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહ્યા તેમજ 2017માં વાંસદાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તાપી-પાર પ્રોજેક્ટ સામે વિરોધનો આગળ પડતો ચહેરો છે.
2019નું પરિણામ
- ભાજપ કે.સી.પટેલ
- પરિણામ જીત
- કોંગ્રેસ જીતુ ચૌધરી
- પરિણામ હાર
વલસાડ લોકસભામાં કેટલી વિધાનસભા બેઠક?
- ડાંગ
- વાંસદા
- વલસાડ
- કપરાડા
- ધરમપુર
- પારડી
- ઉમરગામ
વલસાડ બેઠકનો ઈતિહાસ
વલસાડ બેઠક સાથે વિશેષ માન્યતા જોડાયેલી છે. જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ 9 વાર જીતી છે. ત્રણ વાર વલસાડ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. જનતા પાર્ટી અને જનતા દળ અનુક્રમે એક-એક વાર જીત્યા છે. 2019માં આ બેઠક ઉપર ભાજપને 61%થી વધુ મત મળ્યા હતાં.
આ બેઠક પર ક્યારે કોણ ચૂંટાયો ?
વર્ષ વિજેતા પાર્ટી
- 1957 – નાનુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1962 – નાનુભાઈ પટેલ , ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1967 – નાનુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1971 – નાનુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1977 – નાનુભાઈ પટેલ, જનતા પાર્ટી
- 1980 – ઉત્તમભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1984 – ઉત્તમભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1989 – અર્જુનભાઈ પટેલ, જનતા દળ
- 1991 – ઉત્તમભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1996 – મણીભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- 1998 – મણીભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- 1999 – મણીભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
- 2004 – કિશનભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2009 – કિશનભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 2014 – કે.સી.પટેલ, ભારતીય જનતા પાર્ટી
- 2019 – કે.સી.પટેલ, ભારતીય જનતા પાર્ટી
વલસાડ બેઠકનું જ્ઞાતિ સમીકરણ
વલસાડ બેઠક પર જાતિગત સમીકરણ તપાસીએ તો આદિવાસી સમાજની બહુમતિ ધરાવતો વિસ્તાર છે. જેમાં ઢોડિયા પટેલ સમાજની વસતિ આશરે 20.2% છે. કુંકણા અને વારલી સમુદાયની વસતિ 15%થી વધુ છે. તો કોળી પટેલ, બિન ગુજરાતી મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે
વલસાડ બેઠકના મહત્વના મુદ્દા
આ વખતે ચૂંટણીમાં સમસ્યાની મુદ્દાઓમાં અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવીટીની સમસ્યા તેમજ દરિયાઈ ધોવાણના પ્રશ્નોનો ચર્ચા હતાં. નેશનલ હાઈ-વે ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ બાકી છે તેમજ વલસાડી હાફૂસ કેરીના ઓછા ભાવ અને શેરડી, ચીકુમાં પણ પોષણક્ષમ ભાવ ન મળવાની વાત છે. વળી માછીમારોના પ્રશ્નો હજુ પડતર છે.
આ બેઠક પર કેટલું મતદાન થયું હતુ
વલસાડ બેઠક પર આ વખતે 72.71 ટકા મતદાન થયું હતું. જેમાં ડાંગની વાત કરીએ તો ત્યાં 78.66 ટકા, વલસાડમાં 74.60 ટકા, ધરમપુરમાં 78.35 ટકા, વલસાડમાં 69.29 ટકા, પારડીમાં 65.59 ટકા મતદાન નોંધાયું છે. તો કપરાડામાં 79.54 ટકા જ્યારે ઉમરગામમાં 65.12 ટકા મત