Lok Sabha Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ લગભગ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. એનડીએ ગઠબંધનને 300ની આસપાસ સીટો મળતી દેખાઈ રહી છે. એટલું તો નક્કી થઈ ગયું છે કે મોદી 3-0માં ગઠબંધન પાર્ટીની મોટી ભૂમિકા રહેવાની છે. ત્યારે આવા સમયે પીએમ મોદીના નવા કેબિનેટને લઈને પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. માનવામા આવી રહ્યું છે કે આ વખતે જેડીયૂ અને ટીડીપી પણ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. ત્યારે આવા સમયે મોદી કેબિનેટ 3-0ના નવા ચહેરાને લઈને લોકોના મનમાં અલગ અલગ સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, પાર્ટી નેતાઓ દ્વારા ગોખેલો જવાબ મળી રહ્યો છે. જેમ કે મંત્રીમંડળમાંથી કોનું પત્તું કપાશે, ક્યા નવા ચહેરાને કેબિનેટમાં જગ્યા મળશે. પત્રકારોએ આ સવાલોના જવાબ માગ્યા હતા. જો કે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, જે ચહેરાને લોકસભા ટિકિટ નથી અપાઈ એ તો કમસે કમ મંત્રી નહીં જ બની શકે. સાથે જ હારેલા કેટલાય ચહેરાને પણ આ વખતે કદાચ કેબિનેટમાં જગ્યા નહીં મળે.
આપને જણાવી દઈએ કે, પાર્ટીના કેટલાય મંત્રીઓને આ વખતે ટિકિટ મળી નથી. તેમાંથી અમુકને ઉંમર આડે આવી છે. કેટલાય ચહેરા પ્રદર્શનના આધાર પર આ વખતે મંત્રીમંડળમાં સામેલ નહીં કરવાની વાત થઈ રહી છે. કમસે કમ મોદી સરકારના 10 મોટા એવા ચહેરા છે, જેને મોદી 3-0માં મંત્રી બનવાના સપના લગભગ ખતમ થઈ ગયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી નારાયણ રાણે, ગુરુગ્રામથી લોકસભા ચૂંટણી લડી રહેલા ઈંદ્રજીત સિંહનું પત્તું કપાવાની ચર્ચા છે.
સૂરતથી કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ પહેલા જ રેસમાંથી બહાર થઈ ચુક્યા છે. જરદોશની આ વખતે ટિકિટ કપાઈ ચુકી છે. તો વળી કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને લઈને પણ ભાજપની અંદર ચર્ચાઓ ચાલી રહી છે. કદાચ આ વખતે તેમનું પણ પત્તું કપાઈ શકે છે. અઠાવલેની ઉંમર સૌથી મોટી અડચણ બની રહી છે. બિહારમાં ભાજપના દિગ્ગજ નેતા અશ્વિની કુમાર ચૌબેને પાર્ટીએ આ વખતે બક્સરની ટિકિટ કાપી હતી. ત્યારે આવા સમયે તેમનું પણ મંત્રી બનવાનું સપનું પુરુ થઈ ગયું છે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં મીનાક્ષી લેખી દિલ્હીની એક માત્ર સાંસદ હતા, જેમને કેબિનેટમાં જગ્યા મળી હતી, આ વખતે લેખીની ટિકિટ કપાઈ ગઈ છે. ત્યારે આવા સમયે મીનાક્ષી લેખીનું પણ મંત્રી બનવાનું સપનું તૂટી ગયું છે. આવી જ રીતે મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રી રહેલા ડિબ્રૂગઢથી સાંસદ રામેશ્લર તેલી અને અલીપુરદ્વારથી સાંસદ જોન બારલાની ટિકિટ પણ કપાતા મંત્રી બનવાની સંભાવના ખતમ થઈ ગઈ છે.
આ ચહેરાઓ પર સૌની નજર
આ સૌની વચ્ચે ભાજપની અંદર લગભગ બે ડઝન મંત્રીઓને આ વખતે મોદી કેબિનેટનો ભાગ બનવા પર શંકા છે. ખાસ કરીને બિહાર, યૂપી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના અમુક મોટા ચહેરાના નામ કાપીને તેના પર આ વખતે નવા લોકોને મંત્રી બનાવી શકે છે. તો વળી જૂના ચહેરામાં અમિત શાહ, જયશંકર, અશ્વિની વૈષ્ણવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા માટે મોટા ચહેરાઓનું મંત્રી બનવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
રાવ ઈંદ્રજીત સિંહ, દર્શના જરદોશ, રાવ સાહેબ દાનવે, સાધ્વી નિરંજના જ્યોતિ, મીનાક્ષી દેવી, વીકે સિંહ, રામદાસ અઠાવલે, પ્રતિમા ભૌમિક, અશ્વિની ચૌબે, અન્નપૂર્ણા દેવી યાદવ, સોમપ્રકાશ,એસપી સિંહ બઘેલ જેવા કેટલાય રાજ્ય મંત્રી છે, જેમનું મંત્રી બનવું આ વખતે મુશ્કેલ લાગી રહ્યું છે. જો કે તેમાંથી કેટલાય આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અમુકને ટિકિટ મળી નથી.