Loksabha Election : ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન શરુ છે. તમને જણાવી દઈએ કે, સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન ચાલુ છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્રિકેટર નયન મોગિયા એ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતુ,
લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન થયુ છે. તો ચાલો આપણે જોઈએ રમત-ગમતના પરિવારમાં કોણ કોણે પોતાનો મત આપ્યો છે. તમને જણાવી દઈએ કે, વડપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં પોતાનો મત આપ્યો હતો.
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ 07 મેના રોજ જામનગરમાં મતદાન મથક નંબર 122 પર પોતાનો મત આપ્યો હતો. ભાજપે કોંગ્રેસના જેપી મારવિયા સામે જામનગર બેઠક પરથી પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે.
નયન મોંગિયા 1990ના દાયકામાં ભારતનો વિકેટ-કીપર હતો.નયન મોંગિયા 1996 અને 1999ના વર્લ્ડકપની ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પરિવાર સાથે મતદાન કર્યું છે.પત્ની સાથે અકોટામાં આવેલા મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
એક બાજુ આઈપીએલ 2024ની ફાઈનલને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં કેટલાક પૂર્વ ક્રિકેટરો કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે અને આ સાથે તેમણે પોતાના કિંમતે મત આપવાનો સમય પણ કાઢી લીધો છે.ભારતીય ટીમનો ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે મત આપી ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
દેશના વિકાસ માટે દેશના હિત માટે મતદાન કરવું આવશ્યક છે.લોકોને મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચવા અપીલ કરી હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્રિકેટર નયન મોગિયા એ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતુ, આજે મતદારો પોતાનો કિંમત મત આપી રહ્યા છે.