Porbandar Election 2024 Result: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને મોટી જીત મળી છે. મનસુખ માંડવિયાને 380472 લીડ સાથે મોટી જીત મળી છે. જણાવી દઈએ કે, પોરબંદર લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થયું હતું.
પોરબંદરમાં સરેરાસ કુલ 51.83 ટકા મતદાન થયું હતું. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદાનની ટકાવારીમાં ધોરાજીમાં 51.89 ટકા, ગોંડલમાં 52.19 ટકા, જેતપુરમાં 51.54 ટકા, કેશોદમાં 47.03 ટકા, કુતિયાણામાં 47.55 ટકા, માણાવદરમાં 53.94 ટકા અને પોરબંદરમાં 57 ટકા મતદાન થયું છે.
પોરબંદરમાં ફરી કમળ ખીલ્યું
લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી હતી. જોકે, કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. આ લોકસભામાં કુલ 17.50 લાખ મતદારો છે, જેમાં 9 લાખથી વધુ પુરૂષ અને 8 લાખથી વધુ મહિલા મતદારો છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને 2,67,971 મતોથી હરાવ્યા હતા. 2019માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા. જેમાં રમેશ ધડુક 2 લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા.