Gujarat Lok Sabha Election Results 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત છે. તેમ છતાં, એકમાત્ર પાટણ સંસદીય બેઠક પર, કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોરે અત્યાર સુધીમાં 1,13,088 મતો મેળવી લીધા છે અને તેમના હરીફ ભાજપના ડીબી શંકરજી કરતાં 12,027 મતોથી આગળ છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ નીકળ્યા છે. ભાજપના ઉમેદવાર ઉમેદવાર રાજેશ ચુડાસમા 40,923 મતથી આગળ ચાલી રહ્યા છે.
સી આર પાટીલ 72,304 હજાર મતોથી આગળ. સીઆર પાટીલને 1 લાખ 4188 હજાર મત મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર નૈસદ દેસાઈ પાછળ છે. કોંગ્રેસના નૈસદ દેસાઈને 31,884 મત મળ્યા છે.
અત્યાર સુધીની મતગણતરી માં 73.9 ટકા મત સીઆર પાટીલને મળ્યા છે.
અત્યાર સુધીની મતગણતરી માં 73.9 ટકા મત સીઆર પાટીલને મળ્યા છે.
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર 6 હજાર 477 મતથી આગળ.
- જૂનાગઢથી હીરા જોટવા 5 હજાર 969 મતથી આગળ.
- પાટણથી ચંદનજી ઠાકોર 3 હજાર 753 મતથી આગળ.
- રાજકોટથી પરશોત્તમ રૂપાલા 71 હજાર 666 મતથી આગળ.
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 42 હજાર 394 મતથી આગળ.
- નવસારીથી સી.આર.પાટીલ 65 હજાર 70 મતથી આગળ.
- જામનગરથી જે.પી.મારવીયા 1545 મતથી આગળ.
- વલસાડથી ભાજપના ધવલ પટેલ 85 હજાર 720 મતથી આગળ.
- સાબરકાંઠાથી ભાજપના શોભનાબેન 5 હજાર 789 મતથી આગળ.
- ભરૂચમાં મનસુખ વસાવા 41 હજાર મતોથી આગળ.
- છોટા ઉદેપુરથી જશુ રાઠવા 71 હજાર 863 મતથી આગળ.
- જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા 777 મતથી આગળ.
- વડોદરાથી હેમાંગ જોશી 71 હજાર 510 મતથી આગળ.
- આણંદથી મિતેશ પટેલ 9 હજાર 213 મતથી આગળ.
- પોરબંદરથી મનસુખ માંડવીયા 54 હજાર 965 મતથી આગળ.
- અમરેલીથી ભરત સુતરીયા 22 હજાર 800 મતથી આગળ.