Lok Sabha Election 2024 :વડોદરાની લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધી 48.49 ટકા મતદાન થવા પામ્યું છે. તેમજ વાઘોડિયા બેઠક પર પણ મતદાન હાલ ચાલી રહ્યું છે. ભાજપે ઉમેદવાર તરીકે ર્ડા. હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા હતા. જેની સામે કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પડિયારને મેદાને ઉતાર્યા છે. વડોદરા બેઠક પર કુલ 14 ઉમેદવાર ઉભા રહ્યા છે. આ બેઠક પર 19 લાખ 42 હજાર મતદારો મતદાન કરવાનાં છે.
અગ્નિ સંસ્કાર પહેલા કનુભાઈએ પુત્રી સાથે મતદાન કર્યું
પાદરાનાં મોભા ગામે દુઃખદ ઘટના બની હતી. જેમાં મોભા ગામે રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસાનાં ધર્મ પત્નિ સરોજબેનનું 35 વર્ષનીં ઉંમરે અવસાન થયું હતું. સરોજબેન છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસની બિમારી હોવાથી તેઓની સારવાર ચાલી રહી હતી. અગ્નિ સંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે તેઓની પુત્રી સાથે મતદાન કર્યું હતું.
મરણ પ્રસંગે મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી
આ સમગ્ર બાબતે ગામનાં ડેપ્યુટી સરપંચ અજય પંડ્યાએ જણાવ્યું હતું કે, પોતાની ધર્મ પત્નીનું અવસાન થયું હોવા છતાં કનુ ભાવસારે મરણ પ્રસંગે પણ મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.