વજન ઘટાડવા માટે ડુંગળી છે ગુણકારી
વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તેને સલાડ તરીકે ખાવો
શાકભાજી બનાવી રહ્યાં છો તો તેમાં થોડી ડુંગળી વધારે નાખો
વજન ઘટાડવા માટે આજે અમે તમને એક એવી રીત જણાવીશુ જેનાથી ઘર બેઠા વજન ઘટાડી શકાશે. કુદરતી રીતે વધતા વજનને ઘટાડવા માટે ડુંગળી અસરકારક છે. અમુક રિપોર્ટસ મુજબ ભોજનમાં જો ડુંગળીનુ સેવન કરવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. એવામાં તમે વજન ઘટાડવા માટે ડુંગળીનો કેવી રીતે ઉપયોગ કરશો તે અમે જણાવીએ.
કાચી ડુંગળીનુ સેવન કર્યા બાદ મોંઢામાંથી દુર્ગધ આવવાની સમસ્યા થાય છે, પરંતુ જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો તમે કાચી ડુંગળીની સ્લાઈસ કરો અને તેના પર મીઠુ નાખો. ભોજનનો સ્વાદ વધારવા અને વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તેને સલાડ તરીકે ખાવો.જો તમે પણ શાકભાજી બનાવી રહ્યાં છો તો તેમાં થોડી ડુંગળી વધારે નાખો તેનાથી તમારું આરોગ્ય તો સારું રહેશે. આ સાથે તમારું વજન પણ ઘટશે.
ડુંગળીમાં એક ખાસ પ્રકારનુ ફ્લેવોનૉએડ હોય છે, જે મેટાબોલિજ્મને બૂસ્ટ કરીને ફેટને બનાવવા અથવા જમા થતા રોકે છે. આ ઉચ્ચ ફાઈબરમાં પણ સમૃદ્ધ છે. જેમાં પ્રોબાયોટિક ગુણ છે, જે કેલેરીમાં ઓછુ છે, આ શરીર પર એન્ટી-ઓબેસિટી પ્રભાવ છોડીને બીજા લાભ આપે છે. ડુંગળીમાં અનેક પ્રકારના પોષક તત્વ હોય છે, જેમ કે ડુંગળી અનેક પ્રકારના વિટામિન્સથી ભરપૂર હોય છે. જેમાં વિટામિન એ, સી, ઈ, કે હોવાની સાથે એન્ટીઑક્સિડેન્ટ, કાર્બોહાઇડ્રેટ, કોલેસ્ટ્રોલ, ફૉસ્ફોરસ, જિન્ક, આયરન છે.