ઉનાળામાં અપનાવો આરામદાયક વસ્ત્રો
આંખોને ઠંડક આપતાં રંગોનાં વસ્ત્રો પહેરવા
કોટન કાપડમાં ગરમીનો અનુભવ નહિ થાય
તાપમાન વધતાંની સાથે જ લોકોના ફેશનના ફંડા પણ બદલાઈ રહ્યા છે.સૂર્યના તાપને ઓછો કરી આપે, પરસેવો શોષી લે એવા આછા રંગનાં વસ્ત્રો પહેરવાનો સમય આવી ગયો છે. . સમર સિઝનમાં એવા સોફ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિકની પસંદગી કરવી જોઈએ જેમાં પરસેવો સૂકાઈ જાય અને સાથે ઠંડક પણ મળે. આવા ફેબ્રિકથી બનેલાં વસ્ત્રો પહેરીને તમે સૂર્યપ્રકાશમાં રહો તો પણ પ્રમાણમાં વધુ ગરમીનો અનુભવ નહિ થાય. સામાન્ય રીતે ઉનાળામાં પ્યોર કોટન, લેનિન, સોફ્ટ મલમલ અને ખાદીથી બનેલાં આઉટફિટ્સ વધારે પસંદ કરાઈ રહ્યા છે.
સાથોસાથ સિલ્ક, વેલ્વેટ, ક્રેપ જેવા ફેબ્રિક પણ ઉનાળામાં જ પસંદ કરાય છે. .આ સિઝનમાં ખાદી પણ બેસ્ટ રહે છે. ગરમીમાં કાળો રંગ તો પસંદ જ કરવામાં આવતો નથી. ઉનાળામાં બધી જ ઉંમરના લોકો માટે સફેદ પસંદગીનો કલર રહ્યો છે,તે ગરમીથી બચાવે છે. એ સિવાય ઇન્ડિગો, તેમજ આછા રંગમાં પિન્ક, વાયોલેટ, લાઈટ માઉ, ઓરેન્જ, ઇમેરેલ્ડ ગ્રીન, સ્કાય બ્લૂ અને લેમન યલો જેવા કલર વધુ ચલણમાં છે.ગોરી ત્વચા ધરાવતી અને ઘઉંવર્ણી બંને પ્રકારની મહિલાઓ માટે ફ્લોરલ પ્રિન્ટ્સ વિના વોર્ડરોબ અધૂરો છે.
આછા રંગો પર ચમકતા રંગોની ફ્લોરલ પ્રિન્ટ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ફ્લોરલ પ્રિન્ટ્સમાં બ્લેક એન્ડ વ્હાઈટના બેકગ્રાઉન્ડ પર કલરફુલ પ્રિન્ટ્સનો ટ્રેન્ડ છે. વ્હાઈટ બેઝ પર ફ્લોરલ પ્રિન્ટ્સ સોફ્ટ લૂક આપે છે, જ્યારે બ્લેક બેકગ્રાઉન્ડમાં છાપેલાં ફૂલો બોલ્ડ લૂક આપે છે. પણ યુવતીઓ બ્લેક એન્ડ વ્હાઈટ બેકગ્રાઉન્ડ પર પિન્ક, બ્લૂ અને યલો ફ્લાવર્સ વધુ પસંદ કરે છે. જો તમે પાતળા હોવ તો મોટા ફૂલોવાળા પ્રિન્ટ્સના ડ્રેસ પસંદ કરવા જોઈએ. શરીર મેદસ્વી હોય તો તદ્દન નાના ફૂલની પ્રિન્ટ પસંદ કરવી જોઈએ એથી તમે સિમ્પલ, સોબર અને સુંદર દેખાશો.