જમ્પસૂટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે
મહિલાઓ હંમેશા ફેશન અને સ્ટાઇલમાં રહેવાનું પસંદ કરે છે
બોલિવૂડની લગભગ દરેક મોટી અભિનેત્રી જમ્પસૂટ પહેરે છે
મહિલાઓ હંમેશા ફેશન અને સ્ટાઇલમાં રહેવાનું પસંદ કરે છે. મહિલાઓ એવા આઉટફિટ્સ ખરીદવાનું પંસદ કરે છે જે તેમને દરેક જગ્યાએ સ્ટાઈલિશ લુક આપે છે. આ સ્ટાઇલિશ આઉટફિટ્સમાંથી એક જમ્પસૂટ છે. જમ્પસૂટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ચાલો જોઈએ બોલિવૂડ અભિનત્રીઓના જમ્પસૂટ લુક.
બોલિવૂડની લગભગ દરેક મોટી અભિનેત્રી જમ્પસૂટ પહેરે છે. જમ્પસૂટ એક એવો આઉટફિટ છે, જે દરેક જગ્યાએ અને કાર્યક્રમમાં ખાસ લુક આપવાનું કામ કરે છે. કિયારા અડવાણીનો આ જમ્પસૂટ એકદમ સ્ટાઇલિશ છે. આ જમ્પસૂટને તમે પાર્ટીમાં એક બાજુથી સ્લીવ્ઝ વગર પહેરી શકો છો.
જમ્પસૂટ ઓફિસમાં ખૂબ જ ક્લાસી લુક આપે છે. જો તમે પણ સરળ અને સ્ટાઇલિશ જમ્પસૂટ શોધી રહ્યા છો, તો દીપિકા પાદુકોણનો આ જમ્પસૂટ તમારા માટે એકદમ પરફેક્ટ છે.
કરીના કપૂર ફેશન અને સ્ટાઈલમાં બધાથી આગળ છે. આ જ કારણ છે કે લોકો ઘણીવાર કરીનાની સ્ટાઈલને ફોલો કરવાનું પસંદ કરે છે.કરીનાનો લાલ જમ્પસૂટ આગળથી ડીપ નેકનો છે અને તમે તેમાં બેલ્ટ પણ લગાવી શકો છો.
આલિયા ભટ્ટનો આ જમ્પસૂટ સૌથી અલગ છે. આ બ્લુ કલરના જમ્પસૂટમાં સ્ટાઇલિશ લુક આપવા માટે તેના પર કાપડનું લેયર પણ આપવામાં આવ્યું છે.