ઘણા લોકોને ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત હોય છે
મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે
ખોરાકમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવું જોખમી છે
યુરોપિયન હાર્ટ જર્નલમાં એક નવું રિસર્ચ પબ્લિશ થયું હતું . જે મુજબ જે લોકો નિયમિત રીતે પોતાના ભોજનમાં ઉપરથી વધારાનું મીઠુ નાખે છે તેનામાં મૃત્યુનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ 28% વધી જાય છે. આ સંશોધન 5 લાખ લોકો પર કરવામાં આવ્યું છે.
ઈંગ્લેન્ડના એક જર્નલ ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’નું એક રિસર્ચ સુચવે છે કે આપણે ભારતીયો વિશ્વમાં સૌથી વધુ મીઠું ખાઈએ છીએ.
સામાન્ય ભાષામાં સમજીએ તો તમારે ફક્ત 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. જો તમારે વધુ સરળ રીતે સમજવું હોય, તો આ વાત યાદ રાખો કે તમારા દરેક ભોજનમાં માત્ર એક નાની ચમચી મીઠું હોવું જોઈએ. એ પણ યાદ રાખો કે એક દિવસમાં તમારે માત્ર 2.3 ગ્રામ સોડિયમ લેવું જોઈએ. જે તમને 5 ગ્રામ મીઠામાં મળે છે.
મીઠામાં સોડિયમ અને પોટેશિયમ બંને હોય છે. સોડિયમ માનવ શરીરમાં પાણીનું યોગ્ય સ્તર બનાવવાથી લઈને ઓક્સિજન અને અન્ય પોષક તત્વોને તમામ અવયવો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ કારણે આપણી નર્વ સિસ્ટમમાં ઉર્જા આવે છે.
ઘણા લોકોને આદત હોય છે ભોજનમાં ઉપરથી વધારાનું મીઠું છાંટીને ખવાની તો તમને જણાવીએ કે તેમ કરવું યોગ્ય છે કે નહિ
- ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત થઈ જાય છે. કોઈ નશાની જેમ. થોડા સમય પછી તમે ઉપરથી મીઠું નાખ્યા વિના ખોરાક ખાઈ શકતા નથી.
- સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન થઈ શકે છે.
- ખોરાકમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવું જોખમી છે.
- જેના કારણે હ્રદય અને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.