ઘરેલું ઉપાયથી વધતી પેટની ચરબી ઘટાડી શકો છો
મેથીના દાણાને પાણીમાં ભેળવીને પીવાથી પણ વજન નિયંત્રિત રહે
ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ઘટશે અને સાથે જ અન્ય રોગોના જોખમથી પણ તમને બચાવશે
એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે, અને એમાં પણ તમે જો વર્કિંગ વુમન છો કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો તો સમયના અભાવે તમે વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. તો પછી ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ મોટો પ્રશ્ન છે. આ મોટાં પ્રશ્નોનો એક જ ઉતર છે થોડા ઘરેલું ઉપાય. જેને તમે તમારા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં સામેલ કરીને વધતી પેટની ચરબી ઘટાડી શકો છો. થોડા ઘરેલુ ઉપાય અપનાવવાથી તેની અસર શરીરમાં જલ્દી જ જોવા મળે છે. ઘરેલું ઉપાય અપનાવવાથી વજન ઘટશે અને સાથે જ અન્ય રોગોના જોખમથી પણ તમને બચાવશે, તો ચાલો જાણીએ કયા છે એ ઘરેલુ ઉપાય.
જીરૂના પાણી સિવાય મેથીના દાણાને પાણીમાં ભેળવીને પીવાથી પણ વજન નિયંત્રિત રહે છે. આ માટે માત્ર એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને એ પછી સવારે તેને ઉકાળી, ગાળી અને પછી તેનું સેવન કરો. દરરોજ આમ કરવાથી તમારા શરીરની ચરબી એક મહિનાની અંદર ઓગળવા લાગશે.
વજન ઘટાડવા માટે સમય નથી મળતો તો સૌથી પહેલા રાત્રે એક ચમચી જીરાને પાણીમાં પલાળી રાખો અને પછી સવારે તેને ઉકાળીને ગાળીને પી જાઓ. એ પાણીને ઠંડું કે ગરમ ગમે તે રીતે પી શકો છો. જીરાનું પાણી તમને ફાયદો જ પંહોચાડે છે. જો તમને એકલું જીરું પાણી ન પસંદ આવે તો તમે સ્વાદ માટે લીંબુનો રસ નિચોવીને ઉકાળેલું જીરું પાણી પણ પી શકો છો. જીરામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા પોષક તત્વો મળી રહે છે એ તમારી ત્વચાને સુધારવામાં પણ મદદરૂપ થાય છે.