ફલેરવવાળા પોપકોર્ન આપણા સ્વાસ્થ્યને ફાયદો નહીં પણ નુકશાન પંહોચાડે
મસાલા, ચીઝ કે બટર છાંટવામાં આવે ત્યારે એ હેલ્થી પોપકોર્ન અનહેલ્થી બની જાય
સાદા પોપકોર્ન પર થોડું મીઠું છાંટીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે
થિયેટરમાં ફિલ્મો જોવા જતાં સમયે દરેક લોકોને પોપકોર્ન ખાવાની આદત હોય છે. આ વાત સામાન્ય છે પણ શું તમને ખબર છે કે પોપકોર્ન આપણા સ્વાસ્થ્યને ફાયદો નહીં પણ નુકશાન પંહોચાડે છે. એમ કહીએ તો પણ ચાલે કે મલ્ટિપ્લેક્સમાં મળતા ફલેરવવાળા, મસાલાવાળા, ચીઝ કે બટર વાળા પોપકોર્ન ઝેર સમાન છે. જો કે સાદા પોપકોર્ન પર થોડું મીઠું છાંટીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે પણ જ્યારે તેના પર મસાલા, ચીઝ કે બટર છાંટવામાં આવે ત્યારે એ હેલ્થી પોપકોર્ન અનહેલ્થી બની જાય છે.
સાદા પોપકોર્ન સૌથી હેલ્થી સ્નેકફૂડમાંથી એક છે. સૌથી સસ્તા અને સ્વાસ્થ્ય માટે સૌથી સારા. એક્સપર્ટ કહે છે કે 100 ગ્રામ પોપકોર્ન આપણા સ્વાસ્થ્ય માટે ઘણા સારા ગણવામાં આવે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેકસ, જિંક, મેગ્નીજ અને આર્યન ભરપૂર માત્રામાં હોય છે. આખા દિવસમાં આપના શરીરને 30 ગ્રામ ફૈબારની જરૂર હોય છે અને એ જરૂરિયાતને પોપકોર્ન 50 ટકા જેટલી પૂરી કરી દે છે. સાથે જ પોપકોર્નમાં સારી માત્રામાં પોલિફિનોલ એન્ટિઓક્સિડન્ટ મળે છે જે બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ મહત્વનું છે. સાથે જ પોપકોર્ન સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે પણ મહત્વનો રોલ નિભાવે છે.
ડાયાબિટીસ અને મોટાપાનો શિકાર બનેલ લોકો માટે પોપકોર્નનું સેવન ઘણું ફાયદેમંદ રહે છે. દરરોજ વધુમાં વધુ 100 ગ્રામ પોપકોર્ન આપણે ખાઈ શકી છીએ. 100 ગ્રામ પોપકોર્નમાં 15 ગ્રામ જેટલું ફાઈબર આપણા શરીરને મળી રહે છે. સાથે જ પોપકોર્નના સેવનથી પેટ ભરાયેલ રહે છે અને શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો પણ મળી રહે છે.
જો કે મોલ કે મલ્ટીપ્લેક્સમાં મળતા પોપકોર્ન, વેફર્સ અને પોટેટો ચિપ્સ આંતરડા માટે ઝેર સમાન છે. ફલેરવવાળા, મસાલાવાળા, ચીઝ કે બટર વાળા પોપકોર્ન સ્વાસ્થ્યને ઘણું નુકશાન પંહોચાડે છે. રેડીમેડ અને ડબ્બામાં બંધ મળતા પોપકોર્ન પણ ન ખાવા જોઈએ.