બીમારીઓથી બચવા માટે શાકભાજીનું માપમાં સેવન ખુબ જ જરૂરી
કાચા શાકભાજીમાં ફાઈબર સાથે બીજા ઘણાં પોષક તત્વો મળી રહે છે
વધુ પડતું બધું જ કાચું શાકભાજી ખાવાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો ઓછો થતો નથી
ભારતમાં હ્રદયના દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. જો કે હાલની લાઈફસ્ટાઈલ મુજબ વૃધ્ધોમાં જ નહીં પણ યુવાઓમાં પણ આ બીમારી ફેલાતી જાય છે. હાર્ટઅટેક કે હ્રદયની બીજી બીમારીઓથી બચવા માટે આજકાલ દરેક લોકો કોઈને કોઈ રસ્તો શોધતા રહે છે. એવામાં તમે જો કોઈને કહેતા સાંભળો કે કાચા શાકભાજી વધુ ખાવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે તો આ આખું સત્ય નથી. વધુ પડતું કાચું શાકભાજી ખાવાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો ઓછો થતો નથી.
સંતુલિત આહાર બનાવી રાખવા માટે અને અનેક બીમારીઓથી બચવા માટે શાકભાજીનું માપમાં સેવન ખુબ જ જરૂરી છે. કાચા શાકભાજીમાં ફાઈબર સાથે બીજા ઘણાં પોષક તત્વો મળી રહે છે. આપણે હંમેશા સાંભળવા મળતું હશે કે કાચા શાકભાજી અને ફળો ખાવાથી હાર્ટ અટેકના ખતરાને ટાળી શકાય છે પણ દરેક વસ્તુ વધુ ખાવાથી એ નુકશાન પંહોચાડે છે. પણ અમૂક કાચા શાકભાજી એવા છે જે માપમાં ખાવાથી તમે હાર્ટ અટેકનાં ખતરાને ઓછો કરી શકો છો.
આ શાકભાજીનું સેવન કરો
બટાટા, સોયાબીન, તલ, ટામેટા, ડુંગળી, બ્રોકલી જેવા ઘણાં કાચા શાકભાજી થોડા પ્રમાણમાં તમારા ડાઈટમાં શામેલ કરો. દરરોજ આવા કાચા શાકભાજી થોડા પ્રમાણમાં ખાવાથી હાર્ટ અટેકને રોકવા અને તેના ઈલાજ કરવામાં ઘણી મદદ કરે છે. કારણકે આવા કાચા શાભાજીમાં આવશ્યક તત્વો અને ફાઈબર જોવા મળે છે.
મશરૂમ ઘણું સારું
મશરૂમ ઘણાં લોકોને પસંદ હોય છે તો ઘણાં લોકોને મશરૂમનો ટેસ્ટ પસંદ નથી હોતો. પણ મશરૂમ હ્રદય માટે ઘણું સારું ગણવામાં આવે છે. વિટામીન સી,ડી અને ઈ હાર્ટ અટેકનાં ખાતરને ઓછુ કરે છે. વિટામીન સીમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે હાર્ટ અટેકને રોકવામાં ઘણી મદદ કરે છે. એ તમને પાલક, પપૈયા, શિમલા મરચા જેવ લીલા શાકભાજીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને મશરૂમમાં વિટામીન ડી હોય છે જે હ્રદય માટે ઘણું સારું ગણવામાં આવે છે.
આ સિવાય તમે માછલીનું સેવન કરી શકો છો, તેમાં ઓમેગા ૩ ફેટી એડીસ હોય છે જે હ્રદયને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ કરે છે. માછલીમાંથી મળતું ઓમેગા ૩ ફેટી એડીસ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે.