દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.19 ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે. ત્યારે આ બે દિવસમાં પીએમ મોદી ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. 15,670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરયા બાદ હવે પીએમ મોદીના હસ્તે રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત રાજકોટમાં PM મોદી રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદીના રોડ શો અને સભાને લઈને આજે શહેરના આ 20 માર્ગ પર 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી 1.5 કિલોમીટરના રૂટ પર ભવ્ય રોડ શો યોજવાનો છે. રોડ શોના રૂટ પર કુલ 60 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેના પરથી ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને પગલે શહેરભરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટમાં આજે કયા રસ્તા બંધ રહેશે?
– એરપોર્ટ સર્કલથી રેસકોર્સ
– આમ્રપાલી અંડર બ્રિજથી જૂની NCC ચોક
– પોલીસ હેડકવાટર્સ સર્કલથી જૂની NCC ચોક
– ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક
– સર્કિટ હાઉસ આઉટ ગેઈટ આંકાશવાણી રોડથી ગેલેકસી-12 માળા બિલ્ડીંગ
– ફૂલછાબ ચોકથી કિશાનપરા ચોક કાફલો પસાર થવા સુધી બંધ
– કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક કાફલો પસાર થવા સુધી
– ભીલવાસ ચોકથી યાજ્ઞિક રોડ
– મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ
– એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ ટી પોઈન્ટ
– રાજમંદિર ફાસ્ટફૂડ ચોકથી ડૉ.દસ્તુર માર્ગ યાજ્ઞિક રોડ
– યાજ્ઞિક રોડ ઉપર આવેલી પશ્ચિમ તરફની તમામ શેરીઓમાંથી યાજ્ઞિક રોડ
– યાજ્ઞિક રોડ ઉપર આવેલી પૂર્વ તરફની તમામ શેરીઓમાંથી યાજ્ઞિક રોડ
– વિરાણી ચોકથી હરીભાઈ હોલ યાજ્ઞિક રોડ
– મોટીટાકી ચોક જીમખાના રોડથી રાડીયા બંગલા ચોક
– વિદ્યાનગર મેઈનરોડ જસાણી કૉલેજથી રાડીયા બંગલા ચોક
– વિદ્યાનગર મેઈન રોડથી યાજ્ઞિક રોડ
– લોધાવાડ ચોકથી માલવીયા ચોક
– ત્રિકોણ બાગથી માલવીયા ચોક
– લીમડાચોકથી માલવીયા ચોક