રાજ્યમાં અત્યારે ઠેર-ઠેર વરસાદ થઈ રહ્યો છે. જેથી ગીર પંથકમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. ઉગતા શિયાળામાં વરસાદ થવાથી પાકને મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે છે. કારણ કે, શિયાળામાં વરસાદ થવાથી ખેતરમાં ઊભા પાકને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ગીર પંથકમાં સાંજ પડતા જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થઈ જાય છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદનું આગમન થયું છે.
પાક લણવાની તૈયારીમાં આવીને ઊભો છે, ત્યારે માથે આકાશી આફત આવી ચડી છે. આ દશા છે ગીરના ખેડૂતોની કે જ્યાં કેટલાક દિવસોથી બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જાય છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે. મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકો આકાશી આફતના કારણે બગડી રહ્યા છે.
જ્યાં સમગ્ર જગ્યો પર જતાં જતા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો આવી જાય છે અને ખેડૂતોના જીવ તળાવે ચોંટી જાય છે. અચાનક આવતી આકાશી આફતને લઈ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે, ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાક લણવાની તૈયારીમાં છે. જેમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકોનો સમાવેશ થાય છે.
આ પહેલા ચોમાસાના ચાર મહિના અણધારી આફતથી ગીરના અનેક ગામોમાં ખેડૂતોની સ્થતિ વિકટ બની હતી. જ્યાં સીઝનનો માંડ 35થી 42 ઈંચ વરસાદ થતો ત્યાં ચાલુ વર્ષે જિલ્લાભરમાં સરેરાશ 53 ઈંચ જેટલો વરસાદ નોંધાય ચૂક્યો છે. જેમાં સુત્રાપાડા 76 ઈંચ, કોડીનારમાં 64 ઈંચ તો વેરાવળમાં 50 ઈંચ, જયારે તાલાલામાં 45 ઈંચ વરસાદથી ચારેય તરફ જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી.
આથી પરિણામે સતત પાણીમાં ડૂબેલા પાકો પર સેવાળ જામવા લાગ્યો હતો. જોકે ત્યારબાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો લીધો હતો. અને પાકને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હાલ જયારે મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકો લણવાની તૈયારીમાં છે. ત્યારે મેધરાજા ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવવાં માટે મંડરાઈ રહ્યા છે.