ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આ આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ રહી શકે છે. પશ્ચિમ બંગાળમાં પોસ્ટ મોન્સૂનને કારણે ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજ રહેવાને કારણે હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.
રાતના સમયે 20 થી 24 ડિગ્રી તાપમાન જયારે દિવસમાં 35 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે ઠંડીની વાત કરીએ તો, ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા ડાંગ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જે પ્રવાસીઓને ચોક્કસથી આકર્ષશે. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે સાપુતારા ફરવા આવેલા લોકોનો આનંદ બમળો થયો છે. આહલાદક વાતાવરણે તેમની ટ્રીપની મજામાં વધારો કર્યો છે.
રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે. જો દિવસ દરમિયાન સૂકા પવન ફૂંકાતા હોય તેવું લાગી રહ્યું છે અને સૂકા પવનની અસર સ્કિન પર થઈ રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા જ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો થશે, પરંતુ લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટી જશે. જેના કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અહેસાસ થશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે. ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે.