યુવા ભાજપના કારોબારી સદસ્યએ આપ્યું રાજીનામું
જુના વાઘણીયા ગામના હિરેન મશરુએ ભાજપથી છેડો ફાડયો
પરેશ ધાનાણીના હાથે હિરેન મશરૂ કોંગ્રેસનો ખેસ પહેરાવી ભાજપમાં ભૂકંપ
કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હાર્દિકના સંભવિત ભાજપ પ્રવેશ પહેલા જ ભાજપના કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. કેટલાક કાર્યકર્તાઓએ તો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યકત કરવાની પણ શરૂઆત કરી દીધી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીએ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી નારાજગી વ્યકત કરી હતી. ત્યારે અમરેલી યુવા ભાજપના કારોબારી સદસ્યએ આજરોજ રાજીનામું આપ્યું છે.
ભાજપના તમામ હોદા પરથી ભાજપના કાર્યરતાએ રાજીનામુ આપ્યું છે. જુના વાઘણીયા ગામના હિરેન મશરુએ ભાજપ માંથી રાજીનામુ આપ્યું છે. કાળઝાળ મોંઘવારી, ગેસના વધતા ભાવોથી નારાજ થઈ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષને રાજીનામુ મોકલાવ્યું છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના હાથે હિરેન મશરૂ કોંગ્રેસનો ખેસ પહેરાવતા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. અમરેલીના રાજકારણમાં ભાજપ માંથી કોંગ્રેસમાં જવાની શુભ શરૂઆત હિરેન મશરૂએ કરી છે.