ગુજરાતમાં હવે છાસવારે કૌભાંડો બહાર આવવા લાગ્યા છે. લોકો પૈસા માટે શિક્ષણને પણ વેચવા લાગ્યા છે. ગુજરાતના ખેડાનાં પણ થોડા સમય પહેલા CCC અને CCC+ પ્રમાણપત્રોનું કૌભાંડ થયું હતુ. જેમાં શિક્ષકો દ્વારા વધારે પગાર મેળવા માટે ડમી પ્રમાણપત્રો મેળવીને રજુ કર્યા હતા. ત્યારે આ મામલે ખેડાના શિક્ષકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી પ્રમાણે થોડા સમય પહેલા જ ખેડામાં CCCના બોગસ પ્રમાણપત્રનું મસમોટું કૌભાંડ પકડાયું હતું. જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બોગસ CCC અને CCC+ના પ્રમાણપત્ર મામલે મહેમદાબાદના કુલ 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે શિક્ષકોને સાત દિવસમાં ખુલાસો કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોએ સાત દિવસમાં આ અંગે ખુલાસો આપવો પડશે અન્યથા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા આવશે. ખેડાના શિક્ષકોએ પગારમાં વઘારે લાભ મેળવવા માટે ગર્લ્સ પોલીટેક્નિક અમદાવાદના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા.
નોધનીય છે કે, શિક્ષકોએ ખોટા પુરાવાથી આ સમગ્ર કૌભાંડ કરીને છેતરપીંડી આચરી હતી. પરંતુ તેમના આ કૌભાંડથી હવે તેમની નોકરી ગુમાવાનો પણ કદાચ વારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મહુધા, કઠલાલ, કપડવંજ અને ગળતેશ્વરના શિક્ષકો દ્વાર આ મસમોટું કૌંભાંડ આચરવામાં આવ્યું હતું. પરંતુ તેમની વધારે પગાર મેળવાના લાલચ તેમને ભારે પડી શકે છે. મહત્નવું છે કે, શિક્ષકોએ ઉચ્ચતર પગારધોરણનો લાભ લેવા માટે ટ્રિપલ સીના બોગસ સર્ટી રજૂ કરી દીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ટ્રીપલ સીના બોગસસર્ટી રજૂ કરવામાં સૌથી વધારે મહેમદાવાદ તાલુકાના શિક્ષકોની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદમાં બોગરવિઢઝાનું પણ કૌભાંડ સામે આવ્યું હતુ. જેમાં ચાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે ટૂંકાગાળામાં વધારે પૈસા કમાવાની લાલચે લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. પરંતુ એટીએસ દ્વારા તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચાર આરોપીઓમાંથી એક આરોપી વિરૂદ્ધ રાજસ્થાનમાં પણ આવા ગુનાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, પરંતુ આ મામલે ફરી એકવાર તે ગુજરાત એટીએસ દ્વારા ઝડપમાં આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.