આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ
આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ બોપલ, ઘુમા, એસ.જી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ અને નિકોલ જેવાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આજ રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ વરસશે.
તો બીજી બાજુ આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એ સિવાય નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો માંગરોળમાં 1.8 ઈંચ વરસાદ, નવસારીમાં 2.5 ઈંચ વરસાદ તો વડાલીમાં 1.8 ઈંચ વરસાદ અને માંડવીમાં પણ 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે વીરપુરમાં 1.5 ઈંચ વરસાદ, સોનગઢમાં 1.5 ઈંચ વરસાદ, સોનાગઢમાં 1.5 ઈંચ વરસાદ, ખાંભામાં 1.5 ઈંચ વરસાદ, કરજણમાં 1.5 ઈંચ વરસાદ, વિજયનગરમાં 1.5 ઈંચ વરસાદ, નેત્રંગમાં 1.5 ઈંચ વરસાદ, બરવાળામાં 1.5 ઈંચ વરસાદ, પલસાણામાં 1.3 ઈંચ વરસાદ, જોડિયામાં 1.3 ઈંચ વરસાદ, તિલકવાડામાં 1.3 ઈંચ વરસાદ અને દિયોદરમાં 1.3 ઈંચ વરસાદ ખાબકતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.