પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં એક દિવસનાં પ્રવાસે છે
દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસનાં પ્રવાસે છે.
આજે નરેન્દ્ર મોદી નવસારીમાં, અમિત શાહ અમદાવાદમાં, સ્મૃતિ ઈરાની કચ્છમાં અને આનંદીબેન પટેલ ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં એક દિવસનાં પ્રવાસે છે. તેઓ સવારે 9.35 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. જે બાદ તેઓ સવારે 10.15 વાગે નવસારીનાં ચીખલીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમા દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. સવારે 11.35 વાગે નવસારી જવા રવાના થશે. બપોરે 12.05 નવસારી હેલીપેડ પહોચશે. બપોરે 12.15 વાગે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ. એમ. નાઈક હેલ્થકેર કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. બપોરે 12.15 વાગે અમદાવાદ જવા રવાના થશે.
અમદાવાદમાં આજે પીએમ મોદીની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસનાં પ્રવાસે છે. આજે બપોરે 1.00 વાગે અમિત શાહ અમદાવાદ પહોંચશે. સાંજે 4.00 વાગે પીએમ મોદીની સાથે ઈસરોનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે 11 જૂને દિવમાં વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમાં ભાગ લેશે. રાત્રિ રોકાણ પણ દીવમાં જ કરશે. આ સાથે 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગાંધીનગરમાં મનપા અને GUDA નાં કાર્યક્રમમાં હાજરી આપશે. આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે અમદાવાદનાં શેલામાં નવા તળાવનું લોકાર્પણ કરશે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો ખુલ્લા મૂકશે.