ગરમીથી આંશિક રાહત, સુરતના હવામાનમાં પલટો
વાદળછાયા વાતાવરણ સાથે પવન
વડોદરામાં ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ત્રણ દિવસ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયા કિનારે પૂર ઝડપે પવન ફુંકાતા કિનારે આવેલા સ્ટોલના પંડાલ ઉડી ગયા છે. તોફાની પવન અને ઉંચા મોજાથી દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. દિવસભરની ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે.રાજસ્થાન ઉપર લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં અસર પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતારવણ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઉકળાટ પણ રહેશે.તેમજ રાજ્યમાં 10થી 20 કિ.મીની ઝડપે પવન ફુંકાશે.તો 3 દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થવાની સંભાવના છે.
સોમવારે રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે.અને વરસાદી માહોલ રહેશે.જ્યારે 4 દિવસ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.ત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.તો સુરતમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો હતો.સુરત બાદ વડોદરાના વાતાવરણાં પણ પલટો જોવા મળ્યો છે. સવારથી વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાદળો છવાતાં શહેરીજનોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે.જ્યારે નવસારીમાં વાતાવરણ બદલાતા કેરીના પાકને નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે.આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં બેસી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.’