ફી રોકડમાં જમા કરાવવાનું કહી પરીક્ષામાં ન બેસવા દીધો
વિદ્યાર્થીએ કૂવામાં પડી જવાની આપી ધમકી
વિદ્યાર્થી અને પિતાની ઓડિયો કલીપ વાયરલ
સ્કૂલ તંત્ર દ્વારા શાળામાં ફી માટે કેવુ દબાણ કરવામાં આવે છે અને તેને બાળકો પર કેવી ગંભીર અસર થઈ શકે છે. તેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. રાજકોટના સાતડા ગામના વિદ્યાર્થીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે પોતાના પિતા સાથે વાતચીત કરે છે અને શાળાના આચાર્ય ફી રોકડમાં ભરવાનું કહેતા જોવા મળે છે અને પરીક્ષામાં બેસવાની પણ ના પાડી હોવાનું વિદ્યાર્થીએ કહ્યું. જે બાદ તેણે કુવામાં પડી જવાની ચીમકી આપી. આ ઓડિયો ક્લિપની જીએસટીવી પુષ્ટી કરતું નથી. પણ આ ઓડિયો ક્લિપને લઈને તપાસ શરૂ થઈ છે. એક સપ્તા પહેલા તપાસ પૂર્ણ કરવા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે.
ખાનગી શાળાની વધુ એક વખત દાદાગીરી સામે આવી છે. રાજકોટ જિલ્લાના સાતડા ગામના વિદ્યાર્થીનો ઓડિયો વાયરલ થયો છે. જેમા તે પોતાના પિતાને ચીમકી આપતા સાંબળી શકાય છે. સાતડા ગામની સરદાર શાળાના આચાર્ય વિદ્યાર્થીને રોકડમાં ફી ભરવાનું દબાણ કરે છે. ફી ન ભરતા વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવાની ના પાડી હતી. તેના પછી વિદ્યાર્થીએ પોતાના પિતાને કોલ કર્યો હતો અને હકીકત કહી હતી.વિદ્યાર્થીએ પોતાના પિતાને ફોન કરી કુવામાં પડી જવાની ચિમકી આપી હતી. જેના પછી પિતા સહિત આખો પરિવાર ટેન્શનમાં આવી ગયા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.