3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે
ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ બુધવાર મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત આસ-પાસના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદી ઝાંપટાઓનો દૌર યથાવત રહ્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આગામી 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી 5 દિવસો સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરી હતી.
બીજી તરફ અમદાવાદ શહેરના વહેલી સવારથીજ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.