હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કેટલાક ભાગોમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. તા. 16, 17 ઓક્ટોમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 23 ઓક્ટોમ્બર સુધીમાં ક્યાંક ધીમીધારે વરસાદ વરસાદ પડી શકે છે.
વધુમાં જણાવ્યુ છે, કે આગામી 7 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતને લઇ તારીખ 17,18 અને 19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની સંભાવના છે. આ સાથે 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ ઉપરાંત આ વર્ષે માવઠા વધુ થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.