AIMIM ના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો દ્વારા વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામા આવ્યો હોવાનો દાવો AIMIM ના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પશ્ચિમ રેલ્વેની વડોદરા જીઆરપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં તેમણે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતને નકારી કાઢી છે અને જણાવ્યું કે ટ્રેનની સ્પીડના કારણે કેટલાક પથ્થરો ઉડીને ટ્રેનના કાચ પર ટકરાયા છે. જેથી કાચ પર તિરાડ પડી ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તૈયારીને લઈને બધી રાજનૈતીક પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. સોમવારે AIMIM ના અસરુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની મુલાકાતે છે. આ દરમ્યાન તેઓ વંદેભારત ટ્રેનમાં તેઓએ મુસાફરી કરી હતી અને અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. ટ્રેનમાં ઔવેસી જ્યાં બેઠા હતા આ બારીને ટાર્ગેટ કરી ટ્રેન પર બે પથ્થરના છુટ્ટા ઘા ઝીંકવામાં આવ્યા હોવાનો AIMIM રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણએ દાવો કર્યો છે.
AIMIM નેતા ઓવૈસી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી બ્રિજ ઘટના અંગે સરકાર જવાબદારી લે. વધુમાં ભાજપ પોતાની ભૂલ છુપાવવા કોમન સિવિલ કોડ લાવ્યું હોવાનો પણ ઓવેસીએ આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે ગરબા પર પથ્થર ફેકવવાળા ને જાહેરમાં મારવામાં આવે છે તો બીલકિસ બાનુંમાં આરોપી છૂટી ગયા તો મહિલા ક્યાં સુરક્ષિત છે. તેવો સવાલ પણ ઊઠાવ્યો હતો.