દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.
આ અંગે જાહેરાત કરતાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, સીએનજીમાં 10 ટકા ઘટાડો ગણીએ તો કિલોદીઠ 6થી 7 રુપિયાનો લાભ થશે. એવી જ રીતે પીએનજી પર પાંચથી સાડા પાંચ રૂપિયાનો લાભ કિલોદીઠ થવાનો છે.
દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત
- ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત
- ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે
- ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
- CNG-PNG ના વેટમાં પણ રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો