- દાહોદથી રાધનપુર જતી એસટી બસમાં લાગી આગ
- લાગતા મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી
- સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી: આગ કાબુમાં આવી
મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા નગરમાંથી પસાર થતી એસટીબસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમયસુચકતાથી મૂસાફરો બસની બહાર નીકળી જતાને કોઈ જાનહાની થઈ નથી.ફાયર ફાયટર દ્વારા પણ આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામા આવ્યો હતો. લુણાવાડાનગરમા આવેલી એસ.કે.હાઈસ્કુલ પાસેથી મુસાફરો ભરીને દાહોદથી રાધનપુર તરફ જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવર સાઈડના ગીયર પાસે એકાએક ધુમાડો નીકળવા લાગ્યોહતો. બસમાં ડ્રાઈવરે બસને તરત જ રોડની એક તરફ ઉભી રાખી દીધી હતી,ધુમાડા નીકળતા બસમા બેઠેલા મુસાફરોમાં ગભરાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ડરના કારણે મુસાફરો પોતાનો સામાન ફેકીને બસની બારીમાંથી કુદી પડ્યા હતા.આગ વધુ સ્વરૂપ પકડે તે પહેલા રોડની આસપાસ આવેલી દુકાનના વેપારીઓ પાણીના જગ વડે આગ પણ છટંકાવ કરીને આગને ઓલવાનો પ્રયાસ કર્યો હતો. એસટી બસમાં આગ લાગી હોવાની જાણ ફાયર ફાયટર વિભાગને કરવામા આવી હતી.અને બનાવ સ્થળ પર આવીમે આગ પર છાટીને કાબુ મેળવ્યો હતો. એસટીબસમા આગ લાગવાનુ પ્રાથમિક કારણ હાલ જાણવા મળ્યુ નથી.બનાવને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પણ સમયસુચકતાને પગલે આગ બસને વધુ ઝપેટમાં લે તે પહેલા કાબુ મેળવી લેવામા આવ્યો હતો.જેના પગલે મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.