રાજયમાં ધોરણ 10નું 65.18 ટકા પરિણામ
292 શાળાઓમાં 100 ટકા પરિણામ
2,090 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા
ગત 4 તારીખે ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતી ત્યારે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. આજરોજ રાજ્યમાં ધોરણ 10ના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાતા શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ફરી બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. જેને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિઝલ્ટની જો વાત કરવામાં આવે તો આ વર્ષે કુલ 9. 70 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.. જેનું પરિણામ આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ gseb.org પર મૂકવામાં આવ્યું છે.
આ વર્ષે રાજ્યના 9.70 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે આવ્યું છે. ત્યારે 2,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મળ્યા છે. ત્યારે કુલ 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યા છે, આ સાથે જ 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ અને 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે રાજયમાં સૌથી વધુ પાટણ જિલ્લામાં 75.64 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ આવ્યુ છે. આ વર્ષે છોકરો કરતા છોકરીઓનું સરેરાસ 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે. આ સાથેજ ભાષા મુજબ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ આવ્યું છે, ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ આવ્યું છે.
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. કોરોના બાદ પ્રથમ વખત ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. ત્યારે આ વર્ષે કુલ 65.18 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સૌથી આગળ રહેલી શાળાઓની વાત કરવામાં આવે તો રાજ્યની કુલ 292 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 121 શાળાઓનું શૂન્ય પરિણામ આવ્યું છે.