ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સાંજ સુધીમાં ભારે વરસાદ
રાજ્યના અમુક વિસ્તારોમાં તો 15 ઈંચ સુધી વરસાદની શક્યત
ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે
ગુજરાત માટે આગામી 48 કલાક ‘અતિભારે” છે. જેને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ સુધી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઇ છે.
આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ સુધીમાં વલસાડ, નવસારી, નર્મદા, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો તા.12 અને 13 જૂલાઇએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે.
રાજ્યમાં હાલ ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે છે. આ સાથે ભારે વરસાદથી નદી-નાળામાં ભારે પુર આવવાની પણ સંભાવના છે. જેને લઈ સંબંધિત કલેક્ટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.