- કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
- રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ
- કચ્છમાં ભૂકંપના આંચકાની ઘટના છાશવારે બની રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલામાં ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા (18 માર્ચ 2022) કચ્છમાં 4 વાગ્યે 57 મિનિટે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ છે. દુધઇથી 8 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જોકે કોઇ નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. સામાન્ય આંચકાથી ઘરની દિવાલો ધ્રૂજી હતી.કરોડો વર્ષ પહેલા ભારતીય ઉપખંડ પૃથ્વીના દક્ષિણ તરફના હિસ્સા ગોંડવાનાલેન્ડનો ભાગ હતો. આશરે 44 કરોડ વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડમાં ભંગાણ પડ્યું હતું. આ ભંગાણને કારણે ભારતીય ઉપખંડ ધીમે-ધીમે ઉત્તર તરફ ખસ્યો દરમિયાન ઉપખંડના ઉત્તર તરફ પોતાનાથી અનેકગણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો હતો. અને આ ઘટના દરમિયાન હિમાલય પર્વતની રચના થઈ. ભારતીય પ્લેટનો હિમાલયન કોલાઈઝનનો ઘણોખરો ભાગ કચ્છમાં છે. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત હિમાલયન કોલાઈઝન ઝોનમાં આવેલુ છે. ઈન્ડિયન પ્લેટની બાઉન્ડ્રી કચ્છમાં હોવાને કારણે પ્લેટ સતત અથડામણ અનુભવે છે