કોરોનાકાળ બાદ રાજ્યમાં પ્રથમ વાર રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ ઉત્સવ 8 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી છે.
રાજ્યના 4 સ્થળો પર પતંગ ઉત્સવ ઉજાશે
રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
70 દેશના પતંગબાજો ભાગ લેશે
પ્રવાસન વિભાગની મળેલી બેઠકમાં પતંગ મહોત્સવના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે યોજાનાર પતંગ ઉત્સવમાં વિશ્વના 70 દેશને આમંત્રણ આપવામાં આવશે. વિદેશથી આવનાર પતંગબાઝો માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવનાર પતંગ રસિયા અમદાવાદ અનેસ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉત્સવમાં ભાગ લેશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20 થીમ પર યોજાશે ઉત્સવ
આ વર્ષે યોજાનાર આંતર રાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં આઝાદીક અમૃત મહોત્સવ અને જી-20 સમિતિની થીમ રાખવામાં આવશે. દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે તેના ભાગ રૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં જી-20 સમિતિની 15 જેટલી બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમ વાર જી-20 સમિતિની યજમાની કરી રહ્યું છે. જેથી જી-20 સમિતિના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 8 થી 14 જાન્યુઆરી દરમિયાન રાત્રીના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યકારોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો પતંગ ઉત્સવમાં પર્ફોમેન્સ, આપશે. ગુજરાતની લોક કલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગ ઉસત્વમાં સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે . તેનો વર્કશોપ પણ તૈયાર કરવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે વિવિધ સ્ટોલ ઉભા કરશે.