ગુજરાતમાં શિક્ષણને કલંકીત કરતી વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષકની શંકાને કારણે વિદ્યાર્થીને આપઘાત કરવાની ફરજ પડી હોવાની માહિતી છે. રાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાનાં મોટાવાડા ગામનાં 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જિવન ટુંકાવી લેતા ચકચાર મચી છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી છે.
જેમાં જણાવ્યું કે મે મારા શિક્ષકને ખુબ જ સમજાવ્યા કે પેપર હું ઘરેથી નથી લખી લાવ્યો. શિક્ષકે મારી એક વાત ન સાંભળી. મને પોલીસને સોપવાની ઘમકી આપી માનસિક ત્રાસ આપ્યો. જો મે આપઘાત ન કર્યો હોત તો હું જેલમાં હોત..મમ્મી પપ્પા તમે હમેશા ખુશ રહેજો..મારા મીત્રો તમે વીડિયો મોબાઇલમાં જોઇ લેજો..જો કે પરીક્ષામાં ચોરી તપાસનો વિષય છે. પરંતું આશાવાદી વિદ્યાર્થીનો આપઘાત વાસ્તવિકતા છે. વિદ્યાર્થીઓમાં ડર ચિંતાનો વિષય છે,
ઉલ્લેખનિય છે ડબલ એન્જિન સરકારે શિક્ષણને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ તૈયાર કરી છે. યોજનાઓ સાકાર થઇ હોવાના દાવાઓ કર્યા છે. પરંતું આવી ઘટનાઓ છાસવારે બની રહી છે તે એક વરવી વાસ્તવિકતા છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દિવસે ને દિવસે કથડી રહી છે. શાળામાં જર્જરીત ઓરડા અને શાળાએ જવાનો રસ્તો તો સામાન્ય બાબત બની ગઇ છે. શિક્ષક સામે માર મારવાથી લઇને દુષ્કર્મ સુધીની ફરિયાદો પણ થઇ છે. જેમાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે.
પરંતું આશાવાદી મા બાપનાં દિકરા દિકરીઓનાં જિવનું શું તે સૌથી મોટો સવાલ છે. સરકારનું સપનું છે કે ભણશે ગુજરાત રમશે ગુજરાત ત્યારે આવી શિક્ષણને કલંકીત કરતી ઘટનાઓ બાદ સરકારને સવાલ છે કે શું આ રીતે ભણશે ગુજરાત રમશે ગુજરાત શું જિતશે ગુજરાત