અમદાવાદ શહેર હાલ ટ્રાફિક, ખખડધજ માર્ગ, ગેરકાયદે બાંધકામ, ગટર, વરસાદી પાણીના ભરાવા સહીતની અનેક સમસ્યાઑથી ઘેરાયેલુ છે. જેમાં હાલ સૌથી મોટી ઉપાધી અને સળગતી સમસ્યા હોય તો તે છે રાખડતા ઢોરનો ત્રાસ. રેઢીયાળ ઢોરની અડફેટે અનેક લોકના મોત નિપજ્યાં છે અને અસંખ્ય અકસ્માત થયા છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા 17 ઓક્ટોબર સુધી શહેરમાં રખડતાં પશુ પકડવા મનપાને આદેશ જારી કરવામાં આવ્યા છે. વધુમાં 24 કલાકમાં જ રખડતા પશુ પકડવાની કામગીરી કરવા સબંધીત વિભાગને સૂચના જારી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ધટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેર હાલ ટ્રાફિક, ખખડધજ માર્ગ, ગેરકાયદે બાંધકામ, ગટર, વરસાદી પાણીના ભરાવા સહીતની અનેક સમસ્યાઑથી ઘેરાયેલુ છે.
જેમાં હાલ સૌથી મોટી ઉપાધી અને સળગતી સમસ્યા હોય તો તે છે રાખડતા ઢોરનો ત્રાસ. રેઢીયાળ ઢોરની અડફેટે અનેક લોકના મોત નિપજ્યાં છે અને અસંખ્ય અકસ્માત થયા છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા 17 ઓક્ટોબર સુધી શહેરમાં રખડતાં પશુ પકડવા મનપાને આદેશ જારી કરવામાં આવ્યા છે. વધુમાં 24 કલાકમાં જ રખડતા પશુ પકડવાની કામગીરી કરવા સબંધીત વિભાગને સૂચના જારી કરી દેવામાં આવી છે.