સામાન્ય રીતે દરેકને એવો સવાલ થતો હોય છે અથવા લોક મુખે સાંભળવા મળતુ હોય છે કે લોકોને મોંઘવારી કેમ નડતી નથી. લોકોની આવક વધી નથી પણ દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. આવા અનેક સવાલો લોકોને થાય છે. સામાન્ય લોકો કે જેમણી કાયમી આવક નથી તેવા લોકો કેવી રીતે ઘર ચલાવતા હશે, આવી અનેક બાબતો વિચારવાલાયક છે. પરંતુ કાયમી આવક નથી તેવા ગરીબ લોકોને મોધવારી કેમ નડતી નથી તેવા પાછળનું એક કારણ સરકાર તરફથી આપવામાં આવતો પુરવઠો છે. વ્યક્તિને જીવન જરૂપિયાત અનાજનો જથ્થો સરકાર તરફથી મફતમાં મળે છે જેથી તેને ગુજરાન ચલાવવમાં કોઇ મુશ્કેલી પડતી નથી. પરંતુ હજીએ સરકાર કેટલીક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓને જાહેર વિતરણ વ્યવસ્થામાં ઉમેરવાની વિચારણા કરી રહી છે. જેમાં તેલ, મકાઇ, બાજરો, ચા અને દૂધનો સમાવેશ થાય છે.
કાર્ડ ધારકોને ચા આપવાની વિચારણા ચાલી રહી છે
રાજ્ય સરકાના અન્ન નાગરિક પુરવાઠા વિભાગ દ્વારા ચા આપવા બાબતે વિચારણા ચાલી રહી છે. નાફેડ દ્વારા કેટલાક ચા ના નમુના મોકવામાં આવ્યા છે. આ ચા ના નમુનાનો અભ્યાસ કર્યા બાદ તેના પર કોઇ નિર્ણય લેવામાં આવશે. કાર્ડ ધારકોને સસ્તાભાવે ચા આપવામાં આવે તો લોકોને મોટી રાહત મળશે. ગરીબ હોય કે અમીર હોય લોકો જરૂરિયાત મુજબ ચાની ખરીદી કરતા હોય છે. બજારમાં લોકો કંપની નક્કી કર્યા ભાવ અને વેપારીના કમિશન આધારે લોકોએ ચાની ખરીદી કરવી પડે છે. જ્યારે પુરવઠા વિભાગ લોકોને ચા પણ સસ્તા ભાવમાં મળે તેવું આયોજન કરી રહી છે. જેમાં 250 ગ્રામ ચા નોફેડ 80 રુપિયાના ભાવે વેચે છે તેને સબસીડી આધારે કાર્ડ ધારકોને 50 રૂપિયામાં વેચવાની વિચારણા છે. જ્યારે 500 ગ્રામ ચા નાફેડ 185 રૂપિયાના ભાવે વેચે છે. જેને સબસીડી સાથે 100 રુપિયામાં વેચવાની વિચારણા પુરવઠા વિભાગ વિચારણા કરી રહ્યુ છે. હાલ રાજસ્થાન સરકાર અને ઉત્તરપ્રદેશ સરકાર નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ ચાનું વિતરણ કરે છે.
રાહત દરે દૂધ આપવાની વિચારણા પણ કરવામાં આવી
લોકોને મોધવારીમાંથી રાહત આપવા માટે અન્ન નાગરિક પુરવાઠા વિભાગની બેઠકોમાં દૂધને પણ નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ આવતા કાર્ડ ધારકોને રાહત દરે આપવાની વિચારણા કરવામાં આવી હતી. દૂધમાં કોર્ડ ધારકોને 10 રૂપિયામાં 500 ગ્રામ દૂધ આપવાની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સરકાર હજી તે બાબતે વિચારણા કરી રહી છે. જો કે, દૂધ રાહત દળે આપવામાં આવે તો કાર્ડ ધારકોને મોધવારીમાંથી મોટી રાહત મળે તેમ છે. હાલ સરકાર સંજીવની યોજના હેઠળ શાળાના બાળકોને જે રીતે દૂધ આપે છે તેવી જ રીતે રાજ્યના 70 લાખ કાર્ડ ધારકોને દૂધ આપવા બાબતે પણ ચર્ચા થઇ હતી.
વાર્ષિક 12 લીટર તેલ આપવાની વિચારણા
રાજ્ય સરકાર નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ આવતા પરિવારને વર્ષે ચાર વાર લીટર તેલ આપે છે. જનમાષ્ટ્રમી અને દિવાળીના તહેવારમાં કાર્ડ દીથ 1 લીટર સબસીડી ભાવે તેલ આપવામાં આવે છે.રાજ્ય સરકાર 195 રુપિયા લીટર તેલ કાર્ડ ધારકને 100 રુપિયાના ભાવે આપે છે. જેમાં રાજ્ય સરકાર 95 રૂપિયા સરકાર ભોગવે છે. હવે લોકોને મોધવારીમાંથી રાહત આપવા માટે દર મહિને એક લીટર સીંગતેલ આપવાની વિચારણા ચાલી રહી છે. જો આ વિચારણા અમલમાં મુકવામાં આવે તો રાજ્યના 70 લાખ કાર્ડ ધારકોને સીધો ફાયદો મળી શકે છે. વાર્ષિક 12 લીટર તેલ આપવાની વિચારણાથી લોકોને સસ્તા ભાવમાં તેલ મળી રહેશે જેથી મોધવારી પર સરકાર મહંદઅંશે કાબુ મેળવી શકશે.
રાજ્ય સરકાર વાર્ષિક બે ગેસ બોટલ ફ્રી આપે છે
રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને મોધવારીમાંથી રાહત આપવા માટે વાર્ષિક બે ગેસની બોટલ ફ્રી આપવાની જાહેરાત કરી હતી. જેમાં ત્રણ ત્રણ મહિનાના અરસામાં બોટલ આપવામાં આવી રહી છે.જેમાં કેન્દ્ર સરકાર તરફથી 200 રૂપિયા અને રાજ્ય સરકાર 860 રૂપિયા ભોગવે છે. આ જાહેરાતથી લોકોને મોટી રાહત મળી છે. કારણ કે ઉજ્જલા યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગરીબી રેખા હેઠળ આવતા લોકોને ગેસ કનેક્શન આપ્યુ હતુ. પરંતુ ગેસની રીફીલીંગનો ભાવ વધારે હોવાથી લોકો તેનો ઉપયોગ કરતા ન હતા. આથી આ બાબતને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વાર્ષિક બે બોટલ ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી.
નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ 3 કરોડ લોકો લાભ મેળવે છે
રાજ્યમાં સરેરાશ 6.50 કરોડ વસ્તી છે જેમાં નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ સરેરાશ 3 કરોડ લોકોનો સમાવેશ થાય છે. હાલ રાજ્યમાં 70 લાખ કાર્ડ ધારકો નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ અનાજ પ્રાપ્ત કરે છે. રાજ્ય સરકાર માસિક કાર્ડ દીઠ 25 કિલો અનાજ વિતરણ કરે છે. જો કે, અનાજ ઉપરાંત અન્ય જીવન જરુરિયાત ચીજ વસ્તુઓનુ પણ જાહેર વિતરણ વ્યવસ્થામાં સમાવેશ કરવા માટે સરકાર વિચારણ કરી રહી છે. જે રીતે દિવસે ને દિવસે માધવારી વધી રહી છે. તેમાં ગરીબી રેખા નીચે આવતા લોકો ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર કેટલાક મહત્વના નિર્ણયો અગામી સમયમાં લેવા જઇ રહી છે.