રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં સતત વધતા જતા અકસ્માતોને ધ્યાને લઇ પ્રાદેશિક અધિકારીઓને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. હેલમેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવાનો કડક અમલ કરાવાની સૂચનાં આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતો સતત વધી રહ્યા છે. બેફામ વાહન ચાલકોને કારણે નિર્દોષ લોકોએ જિવ ગુમાવવા પડ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનાં કાન આમળ્યા છે. ઓવર સ્પિડ, હેલમેટ અને સીટ બેલ્ટ અંગે ચૂસ્ત પાલન કરવા આદેશ આપ્યા છે. પરંતુ રાજ્ય સરકાર હાઇકોર્ટનાં આદેશને ઘોળીને પી ગઇ હોઇ તેમ સતત નિષ્ક્રીય રહી. બેફામ કાર ચાલક નબિરા વિશ્મય શાહ અને તથ્યનાં હત્યા કાંડ પછી પણ સરકારનાં પેટનું પાણી ન હલ્યું. સમયાંતરે અકસ્માતોની વણઝાર સર્જાતી રહી છે. હવે સરકાર સફાળી જાગી છે. પોલીસ તંત્રનું કામ વાહન વ્યવહાર અધિકીરીઓને સોપ્યું છે.
ટ્રાફિકના ઉલ્લંઘનને લગતી માર્ગદર્શિકા અને દંડ
ભારતમાં ટ્રાફિકના નવા નિયમોનું પાલન ન કરવા બદલ નીચે પ્રમાણે અપરાધ માનવામાં આવે છે અને દંડ લાગુ પડે છે:
માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવું:
ભારતમાં માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર બાઇક ચલાવી શકાતું નથી. અગાઉ, લાઇસન્સ વગર ટૂ-વ્હીલર ચલાવવાનો દંડ ₹ 500 હતો. હવે લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ ₹ 5000 સુધી દંડ કરવામાં આવે છે.
ગતિ મર્યાદા:
જો તમે ગતિ મર્યાદા મુજબ વાહન ચલાવતા નથી, તો તમારે કુલ ₹ 4000 ચુકવવાના રહેશે (વાહન આધારે દંડ હોય છે.)
બેદરકારીભર્યું ડ્રાઇવિંગ:
બેદરકારીથી વાહન ચલાવવા બદલ કરવામાં આવતા દંડની નવી રકમ મોટી છે. પ્રથમ વખત થયેલ અપરાધ માટે ₹ 1,000 થી ₹ 5,000 સુધીનો દંડ કરવામાં આવે છે. બીજી વખત કરવામાં આવતા અપરાધ માટે, રેશ ડ્રાઇવિંગ બદલ દંડની નવી રકમ ₹ 10,000 અથવા 2 વર્ષની જેલની સજા છે.
બાઇક ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું:
મોટર વાહન કાયદા અનુસાર, તમારી બાઇકને કાયદેસર રીતે માન્ય ગણવા માટે રજિસ્ટ્રેશન પછી તેનો ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. માન્ય મોટરસાઇકલ ઇન્શ્યોરન્સ પૉલિસી વગર બાઇક ચલાવવા બદલ ₹ 2000 નો દંડ અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે. એક થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું એ આર્થિક અને કાનૂની રીતે જોખમી નિર્ણય છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વગર, જો તમારા ટૂ-વ્હીલર દ્વારા કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને છે, તો તમારે પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાનની સાથે સાથે તમને તથા થર્ડ-પાર્ટીને થયેલી ઈજાઓ માટે ચુકવણી કરવાની રહેશે
નશાના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ:
ટ્રાફિકના નવા નિયમો હેઠળ, દારૂના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાના ગુનામાં ₹ 10,000 નો દંડ વસૂલ કરવામાં આવે છે. આની તમારા ઇન્શ્યોરન્સ કવરેજ પર પણ અસર થાય છે. દારૂની અસર હેઠળ વાહન ચલાવવાને કારણે થયેલ અકસ્માત માટે કરવામાં આવેલ ક્લેઇમ સ્વીકારવામાં આવતો નથી. વળી, તમારી પૉલિસી કૅન્સલ પણ કરી શકાય છે. જો તમે તેના પછી નવી પૉલિસી ખરીદવાનો પ્રયત્ન કરો છો, તો તમારે વધુ બાઇક ઇન્શ્યોરન્સની કિંમત. તેથી, બાઇક સુરક્ષિત રીતે અને જવાબદારીપૂર્વક ચલાવવી જરૂરી છે.
કિશોરો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન:
જો કોઈ કિશોર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો તેના વાલી અથવા કિશોરના માતાપિતાને કાનૂની રીતે જવાબદાર ગણવામાં આવશે. આ કિસ્સામાં, ટ્રાફિકના નવા નિયમો હેઠળ ₹ 25,000 નો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત, તે સગીરને 25 વર્ષની ઉંમર સુધી વાહન ચલાવવાનું લાઇસન્સ આપવામાં આવશે નહીં. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
નવા ટ્રાફિક નિયમો સાથે રજૂ કરેલા નવા સુધારાઓ
ભારતીય ટ્રાફિક રૂલ્સ એન્ડ ફાઇન્સ 2021 ના અપડેટ તરીકે, ભારતમાં ટ્રાફિકને લગતાં અપરાધો અને દંડ અંગે કરવામાં આવેલ નવા સુધારાઓ આ મુજબ છે:
- જો પોલીસ દ્વારા વાહનની તપાસ ચાલી રહી હોય, તો તે ઑનલાઇન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે.
- ડૉક્યૂમેન્ટના ફિઝિકલ વેરિફિકેશનની કોઈ જરૂર નથી. જો પોલીસને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જરૂર જણાય, તો તેઓ ઉપલબ્ધ ઑનલાઇન પોર્ટલ દ્વારા આમ કરી શકે છે.
- ટ્રાફિકના નવા નિયમો મુજબ, ડ્રાઇવરના વર્તણૂંકની અધિકારીઓ દ્વારા ઑનલાઇન પોર્ટલમાં નોંધ તેમજ અપડેટ કરવામાં આવશે.
- ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો માટે ઇલેક્ટ્રોનિક ચલાન જારી કરવામાં આવશે. નવા ટ્રાફિક નિયમો મુજબ, ડૉક્યૂમેન્ટની કૉપી હોવી ફરજિયાત નથી. તમે તમારા વાહન સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટની ડિજિટલ કૉપી સાથે રાખી શકો છો.