આણંદના તારાપુરના 1 દિવ્યાંગ અને સોજીત્રા સહિત ૨૧ વયોવૃદ્ધ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું, ઘરે બેઠા મતદાન માટે ઝોનલ ઓફિસર સાથે ટીમ તેમજ સુરક્ષા પોલીસ, કેમેરામેનની પણ વ્યવસ્થા કરી છે, તાલુકામાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. દિવ્યાંગ તેમજ મતદારો માટે શરૂ થયેલ ઘેર બેઠા મતદાન ના ભાગરૂપે સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના તારાપુર તાલુકામાં આજે તા. ૩૦ નવે. નાં રોજ ૮૦ કરતાં વધુ ઉંમરના ૯ વયોવૃદ્ધ મતદારો તથા એક દિવ્યાંગ મતદાર ના ઘરે જઈ મતદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં તારાપુર તાલુકાના તારાપુરમાં ૨, મોરજમાં ૨, સાંઠ માં ૧, આંબલીયારા ૧, પાદરા ૧, મોટા કલોદરા ૧, વાળંદાપુરા ૧ અને નભોઈ ૧, તથા ૧ દિવ્યાંગ મતદાર સહિત ૧૦ મતદારો તેમજ ગતરોજ તા.૨૯ નવે. નાં રોજ સોજીત્રા નાં ૧૧ શારીરિક અશક્ત વયોવૃદ્ધ મતદારોએ ઘરે બેઠા મતદાન કરી ખુશી ની લાગણી અનુભવી હતી.
ભરુચ અપડેટ
સવારના 9 કલાક સુધીના પ્રથમ કલાકમાં મતદાનની ટકાવારી જોઈએ તો ભરુચમાં 4 ટકા, અંક્લેશ્વરમાં 4.9 %, જંબુસરમાં 4.35 %, વાગરામાં 4.7 % અને ઝઘડીયા 4 ટકા મતદાન થયું
જિલ્લા પ્રમાણે વિગતો
- અમરેલી 4.68
- ભરૂચ 3.44
- ભાવનગર 4.13
- બોટાદ 4.62
- ડાંગ 7.76
- દેવભૂમિ દ્વારકા 4.09
- ગીર સોમનાથ 5.17
- જામનગર 4.42
- જુનાગઢ 5.04
- કચ્છ 5.06
- મોરબી 5.17
- નર્મદા 5.30
- નવસારી 5.33
- પોરબંદર 3.92
- રાજકોટ 4.45
- સુરત 3.54
- સુરેન્દ્રનગર 5.41
- તાપી 7.25
- વલસાડ 5.58
- હાલ 4.84 ટકા મતદાન
- 4.92 મતદાન થયું
- પ્રથમ બે કલાકનું મતદાન
અબડાસા 7
અમરેલી 5.26
અંજાર 5.85
અંકલેશ્વર 4.90
વાંસદા 7.72
બારડોલી 5.07
તાપીના નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ઉચ્છલના જામકી ગામે ઇવીએમ ખોટકાયું હતુ…જેને પગલે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો પરેશાન થયા હત, ઇવીએમ મશીન થોડા સમય સુધી ખોટકાતા તંત્ર દ્વારા ઇવીએમને રીપ્લેસ કરાયું હતુ…
સુરતના મજુરા વિધાનસભા મત વિસ્તારમાં જૈન સમાજના લોકોએ પૂજાના માહોલમાં મતદાન કર્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ગુજરાતના સાત કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે.મતદાનમાં ભાગ લેવો એ લોકશાહીનો આત્મા છે.આ વખતે ગુજરાતમાં પ્રથમવાર મતદાન કરી રહેલા યુવા મિત્રોનું ખૂબ સ્વાગત છે
AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબીની શાળાના મતદાન મથક પરથી મતદાન કર્યું.
- ગોંડલમાં ભગતપરા શાળા નંબર-5માં EVM ખોટકાયું, મતદાન શરૂ ન થતાં લોકો રોષે ભરાયા
- સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા
- સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા
પોરબંદર જિલ્લાનું 9.30 કલાકે સૌથી ઓછું 3.92 ટકા અને ડાંગ જિલ્લાનું સૌથી વધુ 7.78 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે બીજી તરફ ગોપાલ ઈટાલિયાની કતાર બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું છે ફ્ક્ત 1.41 ટકા મતદાન થયું છે. જ્યારે સંગીતા પાટીલની બેઠક પર પણ ફક્ત 2.87 ટકા મતદાન નોંધાયું છે. આટલું ઓછું મતદાન એ પક્ષો માટે ચિંતાનો વિષય છે.
નવસારીના બાંસદાથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ બિરસા મુંડાના ફોટા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન પહેલા તેમણે માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.
રાજ્યમાં પ્રથમ તબક્કામાં મતદાન
- રાજ્યની 89 બેઠકો પર મતદાન પ્રકિયા
- સવારે 8 થી 9 વાગ્યા સુધી માં કુલ 4.52 ટકા મતદાન
- સૌથી વધુ ડાંગ જિલ્લામાં મતદાન ડાંગ જિલ્લામાં 7.76 ટકા મતદાન
- સૌથી ઓછું મતદાન ભરૂચ માં મતદાન ભરૂચમાં 3.44
- ગોંડલના ભગવતપુરામાં ખોટકાયું ઇવીએમ
- ઇવીએમ ખોટકાવાની ફરિયાદ સામે આવી
- બૂથ મથકે અધિકારી દ્વારા કરાઇ સઘન તપાસ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગરથી તેઓ સતત રાજ્યની રાજકીય સ્થિતિ અને મતદાનનો તાગ મેળવશે.