ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આજે, સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપશે. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. મતદાન સાંજે 5.00 વાગે પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં મતદાન થશે. ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. તો બાકીની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને આ બંને તબક્કાઓમાં 182 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.
ભાવનગર શહેર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પશ્ચિમ બેઠકનાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી ઢોલ નગારા સાથે બુથ મથક પર વોટીંગ કરવા માટે પહોંચ્યા હતા. જીતુ વાઘાણીએ ભગવાનના મંદિરે પૂજા વિધિ કર્યા બાદ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથક પર મતદાન કર્યું હતું.
- ધોરાજી ઉપલેટા વિધાનસભામાં 75 બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો હોઈ તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ધોરાજી ખાતે આવેલ કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો.
- મતદાન મથક ઉપર પત્ની ની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતા હોવાની અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
- બોગસ મતદાન કરાવતા હતા તેમની જાણ થતાં મતદારે પકડી પાડી ઉપરાંત વિડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિયો પણ સામે આવ્યો
- બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પર તાત્કાલિક ધોરણે ચૂંટણીપંચના નિયમો કરવામાં આવે તેમજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી જેલ હવાલે કરવા પત્રમાં ઉલ્લેખ
કેશોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય પશુપાલન મંત્રી દેવા માલમે માંગરોળ તાલુકાના થલ્લી ગામે મતદાન કર્યુ હતું. દેવા માલમે પરિવાર સાથે મતદાન કરતા પહેલા થલ્લી ગામે દાડમદેવના દર્શન કર્યા હતા. મતદાનને લઈ મંત્રીના ગામમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આહવા તાલુકાના બીલમાળના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર
આહવા તાલુકાના બીલમાળના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોને ભાજપના ઉમેદવાર દ્વારા મતદાન કરવા અનુરોધ કર્યો હતો. લોકોનું કહેવું છે કે, સ્થાનિક સમસ્યાને લઈ અનેક રજુઆત છતાં કોઈ નેતાઓએ ધ્યાન પર ન લેતા ચૂંટણી બહિષ્કાર કર્યો છે.
- વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું ભાજપને 130 બેઠક મળશે.
- કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. તેઓએ કહ્યું, જિલ્લાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.
- પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ મોઢાવાડામાં મતદાન કર્યું. તેમણે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું
- તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.રાજકોટમાં માલધારી સમાજના આગેવાન મુરલીધર શાળા ખાતે ગાય લઈ મતદાન કરવા પહોંચ્યા