ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન
કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 300 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,પંજાબની અટારી બોર્ડર પરથી કસ્ટમ વિભાગે રવિવારે દારૂના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ 100 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કસ્ટમ અધિકારીઓએ પંજાબના અટારીમાં ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ. 700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કંડલા પોર્ટથી 15 કિ.મી દૂર 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2500 કરોડ રુપિયા જેટલી થાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી.
જે દિલ્હી સ્થિત આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ લિકરિસ (મુલેથી) ના કન્સાઈનમેન્ટથી ભરેલું હતું. કસ્ટમ વિભાગના જણાવ્યાં અનુસાર, દારૂના કન્સાઈનમેન્ટના એક્સ-રે સ્કેનિંગ બાદ ડ્રગ્સની દાણચોરીની જાણ થઈ હતી. લાકડાના લોગના કન્સાઇનમેન્ટમાં કેટલાંક અનિયમિત સ્થળો હોવાની શંકા બાદ કસ્ટમ કર્મચારીઓએ બેગો ખોલી અને જોયું કે કેટલીક થેલીઓમાં નાના નળાકાર લાકડાના લોગ હતા જે દારૂના ન હતા.