ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પત્ર લખ્યો છે. આ પત્રમાં પંચે રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે ચેતવણી આપી છે.
જેમાં રાજકીય પક્ષોને કોઈ પોકળ ચૂંટણી વચનો ન આપવા માટે કહેવામાં આવ્યું છે. જે પણ ચૂંટણી વચનો આપવામાં આવે છે, તે નાણાકીય રીતે પૂરા કરવા યોગ્ય છે કે કેમ તેની કાળજી લેવી જોઈએ.
કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે, તે ચૂંટણી વચનો અને તેની નાણાકીય સ્થિરતા અંગે સંપૂર્ણ માહિતી ન આપવાના અનિચ્છનીય અસરને અવગણી શકે નહીં. પોકળ ચૂંટણી વચનો દૂરગામી અસરો ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા ચૂંટણી વચનોની ઘોષણા માટે સૂચિત ફોર્મેટ તથ્યોને તુલનાત્મક બનાવતી માહિતીની પ્રકૃતિને પ્રમાણિત કરવાનો પ્રયાસ કરે છે.
આ સાથે વચનોની નાણાકીય અસરો અને નાણાકીય સંસાધનોની ઉપલબ્ધતા સૂચિત ફોર્મેટમાં જાહેર કરવી ફરજિયાત હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે સુધારણા દરખાસ્ત દ્વારા ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય મતદારોને જાહેરનામામાં ચૂંટણી વચનોની નાણાકીય સદ્ધરતા વિશે માહિતગાર કરવાનો છે. એ પણ જણાવવા માટે કે તેઓ રાજ્ય કે કેન્દ્ર સરકારની નાણાકીય ક્ષમતામાં છે કે કેમ.