સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો
ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટે જોયો
ગ્રીષ્માના પરિવારે કડક સજાની કરી માંગ
સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને સજા સંભળાવશે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે વેબસિરીઝ જોતો એટલે લટકાવી દેશો? તમને જણાવી દઈએ કે, સુરતમાં પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર મળતા તે બચી ગયો. પરંતુ હવે ન્યાયની કચેરીમાં તે નહીં બચી શકે. ત્યારે આશા રાખીએ કે, આવા ક્રૂર હત્યારાને ફાંસીની સજા કરી. સમાજમાં આવા તત્વોને કડક ઉદાહરણ પુરુ પાડે.
12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટુ ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે 6 એપ્રિલે પૂર્ણ થઈ હતી.