હવામાન વિભાગની નવી આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 175 તાલુકામાં વરસાદ વરસ્યો
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી.
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. એકંદરે એવું કહી શકાય કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળમાં પડ્યો છે.