• ગીરસોમનાથ જિલ્લામાં કેરીની આડમાં દારૂની હેરાફરી
• કેસર કેરીના બોક્સ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો
• LCBએ વિદેશ દારૂની બોટલ સાથે બે શખ્સની કરી ધરપકડ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજે મોટા પ્રમાણમાં પોલીસ દારૂ પકડ રહી છે. ખાસ કરીને ઉતાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થતી હોય છે. બુટલેગરો દારૂની હેરફેર કરવા અજબ અજબ કીમિયાઓ અજમાવતા હોય છે. આવ કીમિયાઓ જોઈને તમને આશ્ચર્ય પણ થશે! અને સવાલ પણ ઉદભાવશે કે આવા કીમિયાઓ ક્યાથી વિચારતા હશે.ત્યારે ગીરસોમનાથ જિલ્લામાંથી પણ આવીજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેરીની આડમાં દારૂની હેરાફરી થતી હોવાની ઘટના સામે આવી છે.
ગીર સોમનાથના ઉના બસ સ્ટેશનમાંથી LCBએ કેસર કેરીના બોક્સ ચેક કરતા આ સમગ્ર ઘટના પ્રકાસમાં આવી છે. LCBએ કેસર કેરીના બોક્સમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશ દારૂની બોટલ સાથે બે શખ્સની LCBએ ધરપકડ પણ કરી છે.LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આખરે આ દારૂ કેરીની પેટી સુધી પહોંચ્યો કેવી રીતે? કોણ સપ્લાય કરે છે આ દારૂની હેરાફેરી? શું પોલીસ આનાથી અજાણ છે કે પછી? દારૂની હેરાફેરીનો આ કીમિયો જોઇને ખુદ LCB પણ વિચારતી રહી ગઇ છે. કારણ કે કેરીના બોક્સની અંદર દારૂની હેરાફેરી કરનાર માસ્ટરમાઇન્ડે અંદર પહેલાં ઉપરની તરફ પેપર રાખ્યું છે, જેથી તે ખોખાને બહારથી કે અંદરથી જોતા એમ જ લાગે કે આ બોક્સમાં અંદર કેરીઓ રહેલી છે. પરંતુ તેની અંદરથી તો દારૂ મળી આવતા ઘટનાસ્થળે હાજર સૌ કોઇ વિસ્મય પામ્યા. જણાવી દઇએ કે, આ ખોખાની અંદરથી વિદેશી દારૂની બોટલ અને વિદેશી દારૂના ટીન મળી આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર દારૂ પકડાયાની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે થોડાંક દિવસો અગાઉ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પાલનપુર જકાતનાક શાકમાર્કેટમાં શાકની લારીની બાજુમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. શાકભાજીના માર્કેટમાં બટેટા-રિંગણા સાથે દારુનું વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે દારૂનું વેચાણ કરનારા લોકો કેરીની આડમાં દારૂની હેરાફેરી કરતા જોવા મળી રહ્યાં છે.