કાંકરેજ વિસ્તારમાં મિનરલ ઠંડા પાણીના જગના નામે સ્વાસ્થ્ય સાથે ચેડા
બોટલ રાજ હાટડીઓ કોની રહેમ નજર ચાલી રહી છે તે તપાસનો વિષય
માત્ર એક ટીપું લિક્વિડ નાઇટ્રોજનથી પાણી રહે છે ઠંડુ પણ સ્વસ્થ્યને કરે છે નુકસાન
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મિનરલ ઠંડા પાણી માટે ચાલતી પ્રજા ના સ્વાસ્થ્યની હાની કરતી બોટલ રાજ હાટડીઓ કોની રહેમ નજર ચાલી રહી તેની તપાસ થશે ખરા.. વાત કરવામાં આવેકે મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ ફક્ત એક ટીપું જ નાંખવામાં આવે છે જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.
અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી. માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા) લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે.
તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવાર વખતે ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર, ચેડાં થઈ જાય છે.? તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) -190 ડિગ્રી તાપમાન ધરાવે છે
જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માંથી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય તેવું જાગૃત લોકો માંથી આ બાબતે ખીમાંના P. H. C.ના જવાબદાર અધિકારી નો ટેલિફોનિક સમ્પર્ક કરતા જણાવતા હતા કે અમારી તરફથી કોઈ પરમિશન આપવામાં આવી નથી તો આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી ઘટતી કાર્યવાહી કરી આવા તકવાદીઓ ને કાયદાના પાઠ ભણાવવામાં આવે તો લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકે તેવી સમયની માંગ છે.