સુપ્રીમ કોર્ટે કોરોના સહાય મુદ્દે ગુજરાત સરકારને ઝાટકી
મૃત્યુ સહાય ચૂકવીને તમે કોઈના પર ઉપકાર નથી કરતી: કોર્ટ
10 દિવસમાં જ વળતર ચૂકવવું જોઈએ: કોર્ટ
કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે અત્યારસુધીમાં 10,579 મોત થયા છે. પરંતુ આની સામે કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે, ઘણા રાજ્યોમાં કોરોના મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડાઓમાં મોટો તફાવત છે. આટલા બધા ક્લેમ ખોટા ન હોઈ શકે, માટે હવે સરકારે સહાય માટે જેટલી અરજીઓ મંજૂર કરી છે તેના આંકને જ ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર છે. બીજું કે, કોરોના માટેની સહાયના આપીને રાજ્ય સરકારો એવું બિલકુલ ના માને કે તે પ્રજા કે કોઈની
રાજ્યની લીગલ સર્વિસ ઓથોરિટી (SLSA) સાથે સંકલન કરીને કોવિડ-19ના મૃતકોના પરિવારને મૃત્યુ સહાયની ચૂકવણીમાં સહાયતા કરશે. આ સિવાય મૃતકોની વિગતો છૂપાવવા બાબતે બદનામ થયેલી રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, તેઓ SLSAને નામ, સરનામાં ઉપર ઉપકાર કરી રહી છે.
જસ્ટિસ એમ આર શાહ તથા જસ્ટિસ બી વી નાગરત્નની બેન્ચે તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એક સમર્પિત નોડલ ઓફિસરની નિમણૂંકનો પણ આદેશ આપ્યો છે. આ નોડલ ઓફિસર જે-તે રાજ્યના મુખ્યમંત્રી સચિવાલયમાં ડેપ્યૂટી સેક્રેટરી સ્તરના હોવા જોઈએ. નોડલ ઓફિસરો અને મરણના પ્રમાણપત્ર ઉપરાંત અનાથ થયેલા બાળકોની સંપૂર્ણ વિગતો પણ આજથી (શુક્રવાર) એક સપ્તાહમાં જ આપે. જો આમ નહીં થાય તો આના ગંભીર પરિણામો આવશે.
કોર્ટે નોંધ્યું કે વેલ્ફેર સ્ટેટ તરીકે સરકારની વળતર આપવાની જવાબદારી છે, કારણ કે રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી. તે ઉપરાંત કોઈ કારણોસર સહાય અરજીઓ નામંજૂર ન થવી જોઈએ, તેમ પણ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો છે. આ માટે સરકારોએ બજેટમાં પ્રોવિઝન કરવાની જરૂર નથી, પણ ચીફ મિનિસ્ટર કોવિડ રિલીફ ફન્ડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનજમેન્ટ ફન્ડમાંથી મૃતકોના પરિજનોના વળતર ચૂકવાય તેમ કહ્યું છે.