એનડીઆરએફને વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે વેળાસર મદદ પહોંચાડી શકાય
એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે.
તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે કલેક્ટરે સૂચન કર્યું
૧૮ આગામી ચોમાસની તુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આજે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળ સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ.
આ પૂર વખતે એનડીઆરએફની ટીમને જરોદથી વડોદરા પહોંચવા માટે ટ્રાફિક અડચણરૃપ થયાની બાબત ધ્યાને રાખીને તેમણે એનડીઆરએફને એવો આગ્રહ કર્યો હતો કે વરસાદના સંજોગોમાં એક બે ટીમને અગાઉથી જ વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે વેળાસર મદદ પહોંચાડી શકાય. વડોદરા શહેર અને ગ્રામ્યના તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે કલેક્ટરે સૂચન કર્યું હતું. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં ૨૪૦ જેટલા આપદા મિત્રો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. વન વિભાગ દ્વારા તેની પરિક્ષેત્રીય કચેરી પ્રમાણે કન્ટ્રોલ રૃમ તૈયાર કરવામાં આવ્યા છે અને આ રૃમમાં રસ્તા ઉપર પડી ગયેલા વૃક્ષોને કાપવા, હટાવવા માટેના સાધનો અને માનવ સંસાધન રાખવામાં આવશે, તેવી માહિતી આપવામાં આવી