• 16 જુનથી સાસણ-ગીરમાં સિંહદર્શન બંધ
• 15 ઓક્ટોબર સુધી નહીં થઈ શકે સિંહદર્શન
• સંવનનકાળનો સમયગાળો હોવાથી સિંહદર્શન બંધ
વેકેશન અને ફરવાના મુડમાં હો અને ગીરમાં ફરવા જવાનો પ્લાન બાનવતા હો તો પહેલા આ વાચી લેજો નહિતર ધરમનો ધક્કો થશે. ગીરમાં સિંહ દર્શનને લઈ વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. ગીરમાં 16 જુનથી અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન બંધ રહેશે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમ્યાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે.ગીરમાં સિંહ, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમ્યાન પ્રજનન કાળ ચાલતો હોય છે.
જેથી વનવિભાગ દ્વારા દર વર્ષે 16 જુનથી 15 ઓક્ટોબર સુધી વેકેશન જાહેર કરવામાં આવે છે. વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ચાર માસના વેકેશનમાં સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે મહત્વનો સાબિત થશે.ચોમાસાની સિઝનમાં સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થાય છે. જોકે પ્રવાસીઓ માટે દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે.